તક્ષશિલા અગ્નિકાંડ બાદ ચાલતી ડીમોલિશન કામગીરી આજે પણ યથાવત
સુરત, તા. ૮
તક્ષશિલા આર્કેડની આગ દુર્ઘટના બાદ પાલિકાની ટીમો દ્વારા દરરોજ વિવિધ ઝોનોમાં ગેરકાયદે શેડ, પતરા, ડોમ સ્ટ્રકચર ઉતારવા માટે અભિયાન શરૂ કર્યુ છે આજે તમામ આઠ ઝોનમાં ૨૦ ટીમો દ્વારા ૪૫ સ્થળો પર ગેરકાયદે સ્ટ્રકચર તોડવાની કામગીરી ચાલી રહી છે.
મનપા કમિશનર એમ. થેન્નારાસેનની સૂચનાથી આજે સવારથી તમામ આઠ ઝોનમાં ડીમોલિશન તેમજ ગેરકાયદે સ્ટ્રકચર ઉતારવાની કામગીરી ચાલી રહી છે. આજે સવારથી અઠવા ઝોનમાં ૩ ટીમો દ્વારા ૪ સ્થળો પર, ઉધના ઝોનમાં ૩ ટીમો અને ૪ સ્થળ, કતારગામ ઝોનમાં ૩ ટીમો અને ૭ સ્થળ, રાંદેર ઝોનમાં ૪ ટીમો અને ૧૫ સ્થળો પર, વરાછા ઝોન એમાં ૨ ટીમો અને ૮ સ્થળો, વરાછા ઝોન બી ૨ ટીમો અને ૨ સ્થળ, સેન્ટ્રલ ઝોનમાં ૨ ટીમો ૩ સ્થળ અને લીંબાયત ઝોનમાં ૧ ટીમ અને ૨ સ્થળ ઉપર ગેરકાયદે ડોમ સ્ટ્રકચરનું ડીમોલિશન ચાલી રહ્નાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



