સુરત જતી રાજપીપળા એસટી ડેપોની બસમાં કંડક્ટરની દબંગગીરીનો વિડિઓ વાઇરલ થતા ભૂગર્ભમાં ઉતરી ગયો…? 

0
59

શનિવારે સાંજે 4 વાગે રાજપીપળા સુરત રૂટની બસમાં ફરજ પર જતા માર્ગમાં એક આધેડ વ્યક્તિને ગંદી ગાળો બોલી ટિકિટનું મશીન મારતો વિડિઓ વાયરલ બાદ બીજા દિવસે કંડક્ટર ફરજ પર ન આવ્યો 

ઝગડીયા ડેપોમાં અગાઉ કોઈ કેશમાં સસ્પેન્ડ થયેલો આ કંડક્ટર એચ આર મોદી કેશ જીતી જતા હાલમાંજ રાજપીપળા ડેપોમાં ફરજ પર મુકાયો હતો 

રાજપીપળા સુરત બસમાં ફરજ દરમિયાન એક મુસાફર સાથે માથાફૂટ થતા ટિકિટનું મશીન મુસાફરને મારી દેતા રાત્રે સુરત થી પરત આવેલી બસ ટિકિટનું મશીન બગડતા ખાલી આવી ત્યારબાદ હિસાબ આપી આ મહાશય ગાયબ 

રવિવારે સવારે લોકલ રૂટ ના ફેરામાં એની નોકરી હતી પરંતુ આગલે દિવસની માથાકૂટ બાદ રવિવારે ફરજ ઉપર ન દેખાયો  

રાજપીપળા : રાજપીપળા થી સુરત જતી બસ માં કંડક્ટર તરીકે ફરજ બજાવતા એચ આર મોદી (બેઝ નંબર 2285) નામના કંડકટરે શનિવારે આ ફરજ દરમિયાન કોઈક કારણોસર માર્ગમાં એક મુસાફર સાથે થયેલી માથાકૂટ  દરમિયાન ગંદી ગાળો બોલી છુટ્ટા હાથ વડે આધેડ વયના મુસાફરને ફટકાર્યો ત્યારબાદ વધુ અકળાઈ ઉઠતા આ મુસાફરને ટિકિટનું મશીન મારી દેતા ચાલુ બસે મશીન બગડી ગયું હોય રાત્રે આજ બસ સુરત થી રાજપીપળા પરત આવતી હોય પરંતુ ટિકિટ મશીન બગડી જતા બસ મુસાફરો વગર ખાલી આવી હોવાનું ડેપોના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું મુસાફર સાથે કયા કારણોસર માથાકૂટ થઈ એ જાણી શકાયું નથી પરંતુ કંડક્ટર આ મુસાફરને ગંદી ગાળો આપી માર મારતો અને ટિકિટનું મશીન મારતો વિડિઓ વાયરલ થાંજ તેનો ભાંડો ફૂટ્યો ત્યારે તેની દબંગગીરી સામે આવી હતી .

જોકે આ બાબતે રાજપીપળા ડેપોના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ કંડક્ટર એચ આર મોદી બદલી કામદાર (હંગામી ધોરણે) ફરજ બજાવે છે અને અગાઉ ઝગડીયા ડેપોમાં તેની ઉપર કોઈ કેશ થયો હોય એ સમયે એ સસ્પેન્ડ થયો હતો પરંતુ કેશ જીતી ગયા બાદ હાલ થોડા દિવસ ઉપરજ તેને રાજપીપળા ડેપોમાં ફરજ પર મુકાયો હતો ત્યારે અહીંયા પણ ગણતરીના દિવસોમાં આવી દબંગગીરી સામે આવી હોય હજુ માર ખાનાર મુસાફરે આ દબંગ કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ આપી છે કે નહીં એ ડેપોમાં કોઈ જાણતું નથી પણ શનિવારે રાત્રે સુરત રૂટ ઉપરથી આવ્યા બાદ ટિકિટનો હિસાબ અને બગડેલું મશીન આપી એ ચાલ્યો ગયો હતો અને રવિવારે સવારે રાજપીપળા થી ગુવાર ગામના લોકલ ફેરા માં તેની નોકરી મૂકી હોય પરંતુ એ ફરજ પર આવ્યો ન હતો એમ ડેપોના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે .

ઝગડીયા ડેપો માં કેશ થયા બાદ કેશ જીતી જતા રાજપીપળા ડેપો માં ફરજ પર મુકાયો અને અહીંયા પણ થોડાજ દિવસોમાં તેની મુસાફરને જાહેરમાં મારી ગંદી ગાળો આપતી દબંગગીરી સામે આવી ત્યારે આવા બદલી કામદાર કર્મચારી કોના દમ પર ખુલ્લી દાદાગીરી કરતા હશે આજે કોણ એવા ને છાવરે છે એ સમજાતું નથી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY