નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં પ્રથમ વરસાદ માંજ વીજળી પડતા બે ના મોત,બે ગંભીર દાઝતા સારવાર હેઠળ  

0
264
wordpress.com

દેડિયાપાડાના તાલુકામાં વીજળી પડતા બે ના મોત ,બે દાઝી જતા સારવાર હેઠળ 

રાજપીપળા : હાલ લોકો અસહ્ય ગરમીથી શેકાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના સાગબારા ડેડીયાપાડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ સાથે રાજપીપળા સહિતમાં પણ ઝરમર વરસાદ ચાલુ થયો હતો આકરી ગરમી બાદ વરસાદની એન્ટ્રી થતાં લોકોમાં ખુશી છવાઈ હતી પરંતુ ડેડીયાપાડા તાલુકાના પાચ ઉમર સહિતના ગામમાં વીજળી પડતા બે ના મોત થયા હતા જયારે અન્ય બે ગંભીર દાઝી જતા સારવાર માટે દાખલ કરાયા હતા .

નર્મદા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજા ની પધરામણી થઈ હોય રાજપીપળા શહેરમાં મામૂલી વરસાદ પડતાજ કલાકો વીજ પુરવઠો ખોરવાતા ગત શનિવારેજ કરાયેલી પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી થઈ હતી જોકે જિલ્લામાં વરસાદ ની શરૂઆત થતાંજ ધરતીપુત્રો માં પણ આનંદ જોવા મળ્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY