રેતી ખનન કરનારા પુરઝડપે જતા હાઇવા અહિયાથી બંધ કરોની માંગને લઈને વાહનો પર પથ્થરમારો : પોલીસે સલામતી માટે હાઇવે બંધ કરી ડાયવર્ઝન આપવું પડ્યું
રાજપીપળા : નાંદોદ તાલુકાના રીગંણી ગામ પાસે ગત રોજ ગામની કેનાલ પાસે રસ્તો ઓળંગવા જતા પાછળ થી રેતી ભરી સુરત જતા હાઇવાના ચાલકે આશીષ વસાવાને ટક્કર મારી એકસીડન્ટ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હાઇવા ચાલાક ગાડી મુકી ભાગી ગયો હતો. જેથી ગ્રામજનો વિફર્યા અને ક્લીનર ભાગવા જતા અટકાવી માર માર્યો, હાઇવા ચાલકો કાયમના અકસ્માતો સર્જે છે માટે આખી રાત પથ્થરમારો ચલાવતા અનેક ચાલકો ઘવાયા જે ફરિયાદ નર્મદા પોલીસને મળતા પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું અને અંધારામાં પથ્થર મારો ચાલુ રહેતા પોલીસે સલામતી માટે હાઇવે બંધ કરી તમામ વાહનોને રાજપીપળા ખામર થી ડાયવર્ઝન આપી રીંગણી ગામને બાયપાસ કરવામાં આવ્યું અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રીંગણી ગામના કિશોરને ફંગોળી હાઇવા ચાલાક ભાગવા જતા આખું ગામ હાઇવા પાછળ દોડ્યું જેમાં ક્લીનરને માર માર્યો ટ્રકના ક્લીનર ભીમા ભુરા ખાંભલિયા એ ગ્રામજનોની વિરુદ્ધમાં ગામના કમલેશભાઇ વસાવા, સચીન વસાવા, અલ્કેશભાઇ વસાવા, નૈનેશભાઇ વસાવા વિરુદ્ધ માર મારવા અંગેની ફરિયાદ નોંધાવી જેથી ગ્રામજનો વધુ રોષે ભરાયા અને પથ્થર મારો કર્યો હતો. આ પથ્થરમારો આખી રાત ચાલ્યો અને અનેક વાહન ચાલકો ઘવાયા ત્યારે પોલીસે કુંવરપરા થી રીંગણી ગામ બાયપાસ થાય એ રીતે ખામર થી ડાયવર્ઝન આપ્યું છે. અને આવતી કાલ સુધીમાં વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થઇ જશે તેવી વાત પોલીસે કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



