હળવદના કેદારીયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, બેના મોત

0
41

હળવદના કેદારીયા નજીક ગત મોડીરાત્રીના સમયે કાર અને ટ્રેક્ટર વચ્ચે થતા જેમાં કારમાં સવાર બે લોકોના મોત થયા હતા અને બે ને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની મળતી વિગત મુજબ મોરબીમાં રહેતા અને અમદાવાદ સિરામિકના કામ માટે ગયેલા જયદીપભાઈ, હિતેશભાઈ મિસ્ત્રી,કિરણભાઈ બારોટ અને ભાવેશભાઈ ભટ્ટાસણા સહિતના ચાર લોકો કામ પૂરું કરને પોતની સેન્ટ્રો કાર નબર જી.જે.૧૨ એ.ઈ. ૨૯૫૫ માં પરત ફરી રહ્યા હતા ત્યારે હળવદના કેદારીયા નજીક ટ્રેક્ટર નબર જી.જે.૧૩ એ.એમ. ૫૦૭૨ આગલ જતું હતું તેમાં પાછળ ભાગે જોરદાર ઠોકર મારતા જેમાં કારમાં સવાર કિરણભાઈ બારોટનું ઘટનાસ્થળ મોત થયું હતું તો ભાવેશભાઈ, હિતેશભાઈ અને જયદીપભાઈ ને ઈજા થતા તેને સારવાર માટે મોરબી હોસ્પીટલમાં ખસેડાયા હતા જેમાં ભાવેશભાઈ નું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનાની જાણ હતા હળવદ પોલીસ ની ટીમ દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY