સપના ચૌધરીએ ફોટો શેર કરતા થઇ ટ્રોલ, લોકોએ કહ્યું ‘પ્રેગ્નેન્ટ છે..!!’

0
25

મુંબઈ,તા.૧૨
હરિયાણી ડાન્સર સપના ચૌધરી થોડા સમય પહેલા ચૂંટણીના માહોલમાં ભાજપનો પ્રચાર કરતી જાવા મળી હતી. સોશિયલ મીડિયા પર પણ તે વધારે પડતી એક્ટિવ રહેતી જોવા મળે છે. હાલમાં તો ફરી એકવાર તે ટ્રેડિશનલ ડ્રેસમાં જાવા મળી છે. પરંતુ આ વખતે લોકોએ વખાણ તો કર્યા પણ સાથે સાથે ટ્રોલ થવાનો વારો આવ્યો છે. સપનાં ચૌધરીએ ગોલ્ડન બ્લેક કલરની સાડી પહેરી છે અને મેકઅપ ધરાવતી આ તસવીરમાં સપના સુંદર લાગી રહી છે.
એક શખ્સે સપનાના આ ફોટો પર કોમેન્ટ કરી કે, તું પ્રેગ્નેન્ટ છે. તો અન્ય એકે લખ્યું કે, દેશી ઘી ખાય છે કે શું. તો વળી એકે લખ્યું કે તારી ડિક્શનરીમાં સ્લીમ જેવો શબ્દ નથી!. એક અન્ય યુઝરે લખ્યું છે કે, પેટ મોટુ દેખાઈ રહ્યું છે. તો એને સાથ આપવા એક બીજાએ લખ્યું કે, પેટ મોટુ થઈ ગયું છે પહેલા એને ઠીક કર અને ફીટ બન.
બિગ બોસ સિઝન ૧૧ પછી સપના ચૌધરી ફેમસ થઈ હતી. ત્યારબાદ તે એક ડાન્સરની સાથે સાથે એક મોડલ પણ બની ગઈ. એટલું જ નહીં સપનાએ હવે તો મ્યુઝિકલ આલબમ પણ કર્યો છે અને યુટ્યુબ પર એનાં ગીત પણ ધુમ મચાવી રહ્યાં છે. સપના પોતાના ફોટોશુટ સમયે સમયે શેર કરતી રહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY