નર્મદા ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા વૃક્ષોનું કટીંગ શરૂ કરાયુ

0
13

ભરૂચ,
તા.૧૦/૦૩/૨૦૧૮

નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ ખાતે પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા માટે વૃક્ષોનું કટિંગ શરૂ થયુ છે. છેલ્લા ૨૫ વર્ષમાં આ ત્રીજીવખત વૃક્ષોના કટિંગની કામગીરી હાથ ધરાઈ છે. જાકે ડેમની ઉંચાઈ વધાર્યા બાદ પહેલી વખત આ રીતે વૃક્ષ કટિંગની કામગીરી શરૂ થઈ છે. સમય સમયે ડેમના પાણીમાં વૃક્ષો ડુબમાં જાય છે. જેથી વૃક્ષો સડી જાય છે. અને પાણી ગંદુ થાય છે. આ સિવાય વૃક્ષોના કારણે પાણીનો પૂરતો સંગ્રહ પણ થઈ શકતો નથી. જેથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ૧.૭૦ લાખ વૃક્ષો કાપવાનો નિર્ણય કર્યો. અને કેચમેંટ વિસ્તારનાં ૯૦,૦૦૦, મહારાષ્ટÙનાં ૫૮,૦૦૦ અને છોટાઉદેપુર જીલ્લામાં ૨૩,૦૦૦ મળી કુલ ૧.૭૦ લાખ વૃક્ષો હાલ કાપી નખાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY