પૂજા-અર્ચના કરતા યુવકને મંદિરની બહાર માર મારીને હુમલાખોરો ફરાર

0
69

સુરત,
તા.૧૦/૦૩/૨૦૧૮

પાલ આરટીઓ નજીક આવેલા એક મંદિરમાં પૂજા-અર્ચના કરતા યુવકને અજાણ્યા ઈસમોએ મંદિરમાંથી બહાર ખેંચી ફટકાર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત થયેલા યુવકે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો.
જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આંગન રેસીડેન્સીમાં અર્ચિત અમિત સંઘવી(ઉ.વ.૩૨) પરિવાર સાથે રહે છે. અને છેલ્લા દોઢ-બે વર્ષથી પાલ આરટીઓ નજીક આવેલા તાપ્તી કુબેરશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરે છે. આજ રોજ પૂજા કરવા માટે મંદિરમાં ગયો હતો. દરમિયાન અજાણવ્યા ઈસમો ઘસી આવ્યા હતા. અને લાકડાના ફટકા વડે મંદિરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. અને પૂજા કરતા અર્ચિતને મંદિરમાંથી બહાર ખેંચીને ફટકાર્યો હતો.

મંદિરમાં તોડફોડ અને યુવકને માર મારતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જેથી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. અર્ચિતે જણાવ્યું હતું કે, મંદિરને ખાલી કરાવવા માટે તોડફોડ કરવામાં આવી હતી. હું મંદિરમાં પૂજા કરતો હોવાથી મને પણ ફટકારવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY