નર્મદા ડેમ માં લોકલ વરસાદ અને ઉપરવાસ ના થોડા વરસાદ થી સપાટી વધી

0
101

નર્મદા ડેમ માં દર કલાકે બે સે.મી.નો વધારો સપાટી 107.26 મીટર પર છે ત્યારે આજે સપાટીમાં 24 સે.મી.નો વધારો થયો છે


પાણીની આવક 21,133 સામે જાવક 2,432 તવા ડેમ માં મામૂલી વરસાદ અને લોકલ વરસાદથી સપાટીમાં વધારો

રાજપીપળા: કેવડિયા કોલોની સ્તિથ સરદાર સરોવર નર્મદા ડેમ માં હાલ દર કલાકે બે સે.મી.પાણીની આવક માં વધારો થઈ રહ્યો હોવાનું ડેમ કંટ્રોલ માંથી જાણવા મળે છે ત્યારે હાલ ડેમ ની સપાટી સવારે 11 વાગે 107.26 હતી અને ગઈકાલ કરતા સપાટીમાં કલાકે બે સે.મી.પાણી વધી રહ્યું છે જેમાં ઉપરવાસ માં ખાસ વરસાદ નથી પરંતુ તવા ડેમ અને લોકલ વરસાદ ની અસર થી હાલ પાણીની સપાટી વધી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે ગઈકાલે સાંજે છ વાગ્યા સામે આજે 24 સે.મી.પાણીની સપાટીમાં વધારો નોંધાયો હોવાનું જાણવા મળે છે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY