સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સામે સરદાર સરોવર ડેમ માં બોટીંગ પણ શરૂ થશે

0
609

વડોદરાની એક સંસ્થાને આ માટે સિધ્ધાંતીક મંજુરી અપાઈ

રાજપીપળા : રાજપીપળા પાસે આવેલ કરજણડેમ અને કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ ુનિટીની સામે સરદાર સરોવર ડેમ માં હવે બોટીંગ પણ શરૂ કરી અને ૨૮-૧૦-૨૦૧૮ થી વડોદરાની એક સંસ્થાને સિ્ધાંતીક મંજુરી આપી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્યનાં પ્રવાસનના સચિવ અને જિલ્લાના પ્રભારી સચિવ સાથે આ બોટીંગ સંસ્થાના ટ્રસ્ટી એવા વડોદરાના માજી મેયર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સાથે મીટીંગ કરી હતી જેમાં કરજણડેમ ના સરોવરમાં ૩ ટાપૂને સાંકળી બોટીંગ શરૂ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે.

ટાપુઓ પર ઇકો ફ્રેન્ડલી ઝુંપડાઓ બનાવવા ઉપરાંત ૧ ટાપૂ પર નાનું આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતુ નાનું ગામ ઉભૂં કરવા માટે મંજુરીમાં જણાવાયું છે સાથે કેરાલા પેટન્ટ અંતર્ગત હાઉસ બોટ પણ શરૂ કરવી આ બોટીંગ સસ્તા દરે પ્રવાસીઓને બોટિંગ કરાવાશે જેમાં સરદાર સરોવર ડેમ ખાતે આવનાર અને સ્ટેચ્યૂ જોવા આવનાર પ્રવાસીઓ માટે પણ આજ ટ્રસ્ટને જવાબદારી સોપાઇ છે. સરદાર સરોવરમાં બોટીંગ શરૂ કરાશે જેમાં ૩ બોટ હશે જેમાં બે નાની બોટ અને એક ૧૫૦ પેસેન્જરની કપેસીટી ની પાણી બોટ હશે. આ બોટમાં મીની રેસ્ટોરન્ટ હશે અને ડેમ સાઇડના પાછળના ભાગે ગધેર ગામ ખાતે જેટી બનાવશે ત્યાંથી બોટીંગ શરૃ કરાશે, સ્ટેચ્યુ સુધી ૨૩ કિ.મી.નું બોટીંગનું અંતર રહેશે. જેમાં વોટર્સ સ્પોર્ટસ જેટસ્કી પણ કરાશે ,સરદાર સરોવર ખાતે બોટીંગ શરૂ કરવાની મંજુરી આપી દેવાઇ હોવાનું જાણવા મળ્યુ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY