નર્મદા જિલ્લા માં એકજ દિવસ માં ત્રણ અજગર પકડાતા લોકોમાં ભય
લીમટવાડા,ફૂલવાડી અને કરાઠા ગામ માંથી આજે રવિવારે એકજ દિવસે ત્રણ અજગર પકડતા વાઈલ્ડ સેવિયર ટિમ ના સભ્યો

રાજપીપળા : નર્મદા જિલ્લા માં અજગર , મગર ,દીપડા સાપ,નાગ વારંવાર નીકળતા ગામ લોકો માં ફાફડાટ જરૂર જોવા મળે છે ત્યારે જિલ્લા ની એક માત્ર વાઈલ્ડ સેવિયર ટિમ ના સભ્યો આ માટે હંમેશા ચોકન્ના હોય કોઈ પણ ગામ માંથી કોલ આવતાજ તુરત સ્થળ ઉપર જઈ પકડી એને દૂર જંગલ માં છોડી આવતા લોકો માંથી ભય દૂર થાય છે ત્યારે રવિવાર જાણે અજગર નો વાર બન્યો હોય એમ એકજ રવિવાર ના દિવસે ત્રણ ગામ માં અજગર નીકળ્યા જેમાં લીમટવાડા , કરાઠા અને ફૂલવાડી ગામ માંથી રવિવારે અજગર નીકળતા વાઈલ્ડ સેવિયર ટિમ ને જાણ કરતાજ ટીમના વિપુલ વસાવા ,માઈકલ વસાવા ,અનિલ વસાવા પ્રકાશ તડવી અને સુનિલ શ્રીમાળી તાત્કાલિક ગામો માં પોહચી ત્રણેય અજગરો ને પકડી જંગલ માં છોડી મુક્ત ગ્રામજનો નો ભય દૂર થયો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







