મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને પોલીસે ઝડપ્યો

0
15

મોરબીના વિસીપરા વિસ્તારનો રહેવાસી આરોપી સગીરાનું અપહરણ કરી ગયો હોય જે ફરિયાદ બાદ બી ડીવીઝન પોલીસે તપાસ ચલાવી ભોગ બનનાર સગીરાને શોધી કાઢી આરોપીની અટકાયત કરી છે

મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં સગીરા અપહરણ અંગે ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ આઈ એમ કોન્ધીયા અને તેની ટીમના મહેશદાન ગઢવી, દશરથસિંહ ચાવડા સહિતની ટીમ તપાસ ચલાવતી હોય જેમાં ગણતરીની કલાકોમાં આરોપી કાસમ શેરઅલી મોવર (ઉ.વ.૨૬) રહે મોરબી વિસીપરા વાળા અને ભોગ બનનારને શોધી કાઢી આરોપીની પોસ્કો કાયદા હેઠળ અટકાયત કરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY