કેબિનેટ મંત્રી રાદડિયાની ધારદાર રજૂઆત બાદ સરકારે ભાદર-૨ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય
ધારાસભ્ય વસોયાના અંગત વ્યક્તિઓ તેમનાથી છેડો ફાડતા વસોયાની ઈમારત કડડભૂસ : ધારાસભ્ય તરીકેની શરૂઆતમાં પા-પા પગલી કરતા વસોયાની અગ્નિ પરીક્ષા
રેતી ચોરી,જળ સમાધિ,જેતપુરનું દૂષિત પાણી,ખેડૂતોના વીમા માટે અર્ધનગ્ન વિરોધ અંતે ભાદર ડેમના પાટિયા જાતે ખોલવા જેવા કાર્યક્રમ માંથી એક પણ બાબતે નક્કર પરિણામ ન મળ્યા : લોકોમાં શરૂઆતમાં સારી લોકનેતા તરીકેની છાપ ધરાવતા વસોયા નાટકબાજ તરીકે ચિતરાયા !
ધારાસભ્ય વસોયા વારંવાર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પર કોઈને કોઈ મુદ્દે પાયાવિહોણા પ્રહારો કરી જાણે ભાજપ પર દબાણ લાવી ભાજપમાં આવવા હવાતિયાં મારે છે !
ધારાસભ્ય વસોયાને તો ભાજપમાં જવું તો છે પણ મંત્રી થવું છે જો ભાજપ મંત્રી બનાવે તો ગમે ત્યારે જનતાને હાથતાળી દઈ રવાના થઈ જાય તો નવાઈ નહિ : સૂત્રો
ધોરાજી,ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ધોરાજી-ઉપલેટાનાં કોંગી ઉમેદવાર તરીકે લલિત વસોયાના નામની જાહેરાત બાદ લલિત વસોયાએ પોતે સ્થાનિક ઉમેદવાર હોય અને દરેક સમયે લોકોની પડખે ઉભા રહશે તેવા અનેક વાયદાઓની લ્હાણી કરેલ હતી.જેના લીધે ધોરાજી-ઉપલેટાને વર્ષો પછી સ્થાનિક ઉમેદવાર મળતા અને લોકોમાં લલિત વસોયાની છાપ સારી હોવાને લીધે લોકો લલિત વસોયાની વાતોમાં આવી તેને બહુમતીથી વિજય અપાવ્યો હતો.આ ઉપરાંત વસોયાનો ગઢ એવા ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ સ્થાનિકોએ કોંગ્રેસને બહુમતી અપાવી નગરપાલિકાની ગાદી સોંપી હતી પરંતુ તેમાં પણ સભ્યો સભ્યો વચ્ચે મલાઈ તારવવાની લડાઈમાં નગરપાલિકાનાં પ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી પરંતુ પ્રમુખ કોર્ટ સમક્ષ ચાલી જતા અંતે તેના પર સ્ટે આવ્યો હતો બાદમાં જનરલ બોર્ડમાં પણ વિકાસના મુદ્દાઓને બહાલી ન આપી પાલિકાને સુપરસીડ કરવાનો તખ્તો ઘડાયો હતો ત્યાર બાદ પાલિકા સુપરસીડ ન થાય અને વિકાસના મુદ્દાઓને બહાલી મળે તે માટે સભ્યો સાથે મોટા પાયે સેટીંગ પાડી માંડ પાલિકામાં કોંગ્રેસે સતા સાચવી છે ત્યારે વસોયા ખુદ આ બાબતનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગયેલ હતા.તથા ચૂંટણી જીત્યા બાદ વસોયાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા પરંતુ એક પણ પ્રશ્નો નિરાકરણ લાવી શક્યા નથી જેથી સરકારમાં પોતાનું કંઈ ચાલતું નથી અથવા તો પોતાને અંગત હિતો સાચવવા છે તેવી નિષ્ફળતાને છુપાવવા પોતાના પદની ગરિમાને નેવે અધિકારીઓને ભૂંડી ગાળો આપી લોકશાહીની આબરૂ લજવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ ઉપરાંત ક્યાંક ને ક્યાંક તેનું અંગત હિત સચવાઈ જતા પણ તેઓ આ પ્રશ્નો ભૂલી ગયા હોય તેવું સ્પષ્ટ પણે માની શકાય છે.આમ જ્યારે દેખાવોમાં પોતાની ટીમના સભ્યોને સાથે લેવા અને પોતાનું અંગત હિત સચવાઈ ત્યારે સાઈડલાઈન કરાતા હોવાનું પણ જાણવા મળ્યું છે.જેને લઈને આ વસ્તુ વસોયાના અંગત લોકોના હદય પર લાગી આવતા તેઓ પણ ક્યાંકને ક્યાંક વસોયાથી છેડો ફાડી ચુક્યા છે અથવા તો પાછલા બારણેથી છેડો ફાડવાની ગોઠવણ કરી રહ્યા છે જેને લીધે ધારાસભ્ય તરીકે પા-પા પગલાં કરતા લલિત વસોયાની ઈમારત કડડભૂસ થવાની તૈયારીમાં હોય તેવા સંકેતો હાલ મળી રહ્યા છે.ખાસ કરીને જો વિગતે વાત કરીએ તો પોતાની છબી ન સાચવી શકનારા ધારાસભ્ય વસોયા સામાન્ય બાબતોમાં પણ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને નિશાન બનાવી તેમના પાયાવિહોણા પ્રહારો કરી તેમની છબી ખરડાવવાનો હિન પ્રયાસ કરતા જોવા મળે છે જેને લઈને તેઓ ભાજપમાં ભળવા માટે આવા હવાતિયાં મારી ભાજપ પર દબાણ લાવવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ અંગત સુત્રો માંથી જાણવા મળતી માહિતી અનુસાર વસોયાને ભાજપમાં તો ભળવું તો છે પણ તેઓને એન્ટ્રી મંત્રી પદે જ જોઈએ છે જો ભાજપ તેઓને મંત્રી બનાવવા તૈયાર થાય તો તેઓ ગમે તે ઘડીએ પોતા પર વિશ્વાસ મૂકી મત આપનારી જનતાને હાથતાળી દઈ ભાજપમાં ભળી જાય તો નવાઈ નહિ ! આ સાથે ધારાસભ્ય વસોયા કોંગ્રેસમાં રહી લોકોની તરફેણમાં કામગીરી કરશે કે પછી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના છીછરા કૃત્યો કરી પોતાના મતદારોને બાય-બાય કરી ભાજપમાં ભળી જશે તે તો આવનારો સમય જ બતાવશે !
એજાજ ભોગાણી
ધોરાજી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




