અનુષ્કા શર્મા વધુ એક નવી વેબ સિરિઝની તૈયારીમાં

0
79

મુંબઈ,તા.૧૩
મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્મા અને વરુણ ધવનની ફિલ્મ સુઇ ધાગા ધીમી ગતિએ ૧૦૦ કરોડ તરફ ગતિ કરી રહી છે ત્યારે અનુષ્કા એક નવી વેબ સિરિઝ બનાવવાની તૈયારીમાં હોવાની જાણકારી મળી હતી.
સુઇ ધાગા બીજા સપ્તાહમાં ૭૨ કરોડનો આંક વટાવી ચૂકી છે. દરમિયાન અનુષ્કા પોતે સ્થાપેલી ફિલ્મ કંપની દ્વારા એક વેબ સિરિઝ બનાવવાની તૈયારીમાં પડી હોવાનું એની નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ સૂત્રે વધુ માહિતી આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે હું તમને એટલી માહિતી આપી શકું કે આ વેબ સિરિઝ મર્દ પોલીસ અધિકારીની કથા રજૂ કરશે.
અત્યાર અગાઉ પ્રિયંકા ચોપરા અને રાની મુખર્જી ચોપરા ઇમાનદાર પોલીસ અધિકારીના રોલ કરી ચૂકી છે. હવે અનુષ્કા પણ એ ટાઇપનો રોલ લઇને વેબ સિરિઝ બનાવશે એવી માહિતી મળી હતી. અત્યારે ઇમાનદાર પોલીસ અધિકારીઓની વાતો ખૂબ ચાલી રહી છે. એટલે અનુષ્કા આવું કંઇક કરે તો નવાઇ નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY