દર વર્ષે સરકારની કરની આવક ૧૫% વધે છે છતાં પેટ્રોલ અને વીજળી વેરો ઘટતો નથી

0
80

ગાંધીનગર,
તા.૬/૩/૨૦૧૮

રાજ્ય સરકારની આવક દરે વર્ષે ૧૫ ટકા પ્રમાણે સતત ૨૨ વર્ષથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી વધતી રહી છે. દર વર્ષે સામાન્ય નાગરિકોની આવત ૧૫ ટકાના દરે વધતી નથી. ગુજરાતમાં છેલ્લાં ૨૨ વર્ષમાં સંપત્તિવાન લોકો વધ્યા છે. ગુજરાતની ૯૭ ટકા સંપત્તિ ૮ ટકા લોકો પાસે છે. જ્યારે ૯૨ ટકા લોકો પાસે ૩ ટકા સંપત્તિ રહી છે. આમ મધ્યમ વર્ગ, ગરીબ અને અમીર વચ્ચે ખાય મોટી થઈ રહી છે. જેનું કારણે એ છે કે ગુજરાત સરકાર બેશુમાર વેરા ઉઘરાવી રહી છે. નાણાં મંત્રી નિતીન પટેલે વિધાનસભામાં બજેટ વખતે રજૂ કરેલાં અહેવાલોમાં એવું સ્પષ્ટ રીતે જણાય છે કે સરકાર વધારે ધનવાન બની રહી છે.

પ્રજા કરતાં પણ સરકાર અને સરકારી અધિકારીઓ ધનવાન બની રહ્યાં છે. ૨૦૦૪-૦૫ થી ૨૦૧૭-૧૮ સુધીના ૧૩ વર્ષના ભાજપના નેતાઓના સુવર્ણ સમયમાં સતત સરેરાશ ૧૫.૮૩ ટકાના દરે કરની આવક વધતી રહી છે. તેની સામે જમીન મહેસુલમાં તો આ જ સમય દરમિયાન ૧૮.૭૭ ટકાનો વધારો થયો છે. ત્રીજા નંબરની આવક મકાનો પરની આવક ગણાય છે. ભાજપ સરકારે જાહેર કર્યું હતું કે તમામ કર ય્જી્‌માં લાવી દેવાશે. આવા ૧૭ કર કેન્દ્રના લાવી દેવાયા છે. પણ ગુજરાતમાં હજુ ૧૨ જેટલાં કર તો ગુજરાત સરકાર ઉઘરાવી રહી છે. સરકાર સતત કર વધારી રહી છે છતાં બીનકર, વીજળી વેરો અને પેટ્રોલ-ડીઝલ પરનો વેરો સરકાર ઘટાડતી નથી. આટલા વ્યાપક પ્રમાણમાં જા આવક વધતી હોય તો પ્રજાને વેરામાં રાહત આપવી જાઈએ એવું લોકો માની રહ્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY