ગામને ગ્રાન્ટ ન મળતાં ભાજપની મહિલા નેતાને ટીપી નાંખ્યા

0
247

ભાજપ રાજકીય કિન્નાખોરી રાખવા માટે જાણીતો છે. તેમના કાર્યકરોથી લઈને નેતાઓ સામાન્ય પ્રજા કે વિપક્ષ સાથે કિન્નાખોરી રાખે છે. તેમને મત ન આપ્યો હોય કે તેમની વિરૂદ્ધ બોલો તો તે હંમેશની કિન્નાખોરી રાખે છે. આવું જ જૂનાગઢના મેંદરડામાં થયું છે.

અહીં આલીધ્રા ગામમાં જાહેર હીતના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં ન આવતાં ભાજપની મહિલા સદસ્યને લોકોએ ફટકારી હતી. આ ગામના તાલુકા પંચાયતના ભાજપના સભ્ય હંસા હારસુખ સરેણા ગામની બજારમાંથી પસાર થતાં હતા ત્યારે તેમને રોકીને ગ્રામ પંચાયતના સભ્ય શરદ ટીલવા, કીરીટ ભીમાણી, કેતન ભીમાણી નામની ત્રણ વ્યક્તિએ કહ્યું કે ગામના વિકાસ માટે ગ્રાન્ટ કેમ આપતી નથી. તેમ કહીને તેને ફટકા માર્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY