નર્મદા વન વિભાગે રાત્રી પેટ્રોલિંગમાં ખેરના લાકડા સાથે ત્રણ બાઈકો ઝડપી પાડી,લાકડા ચોરો ફરાર

0
53

વન વિભાગની ટિમ રાત્રી રાઉન્ડમાં હતી એ સમયે લાકડા કપાતા હોવાનો અવાજ આવતા ટિમ દોડી પરંતુ લાકડા ચોરો પોતાની બાઈકો અને કાપેલા ખેરના લાકડાનો જથ્થો મૂકી અંધારા માં ભાગી છૂટ્યા

રાજપીપલા: હાલ નર્મદા જિલ્લા માં લાકડા ચોરો એ ખેર ના લાકડા ચોરી કરવા કમર કશી છે માટે વન વિભાગ નિયમિત રીતે આ ચોરી અટકાવવા સતત પેટ્રોલિંગ કરી રહી હોય ગત રાત્રે નર્મદા વન વિભાગ ના આર.એફ.ઓ.એસ.એમ.તડવી,રાઉન્ડ ફોરેસ્ટર અક્ષય પંડ્યા ,જે.એમ.સોની.બીડગાર્ડ રાજુભાઈ જાદવ અને આઈ.બી.માછી સહિતના રાત્રી રાઉન્ડ માં હતા એ દરમિયાન મોટી ચીખલી ગામના રેવન્યુ ભાગમાં ફરતા હતા ત્યારે ત્યાં દૂર થી લાકડા કપાતા હોય એવો અવાજ આવતા ટિમ તાત્કાલિક ત્યાં દોડી જતા લાકડા ચોરો પોતાની બાઈકો અને કાપેલા લાકડા મૂકી અંધારા નો લાભ લઈ પલાયન થઈ ગયા હતા જેથી વન વિભાગની ટીમે ઘટના સ્થળે થી ખેરના 17 નંગ લાકડા જેની કિમ્મત રૂપિયા 16,156/-અને ત્રણ બાઈકો ની કિંમત આશરે 60,000/- મળી કુલ રૂપિયા 76,156/-  નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેશર કાર્યવાહી હાથ ધરી લાકડા ચોરો ને પકડવાના ચક્રો ગતિમાન કાર્ય છે .

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY