રાજપીપલા કોર્ટ માં ચેક બાઉંસ ના કેશમાં આરોપીને એક વર્ષ ની કેદ દસ હજાર દંડ ની સજા
નાંદોદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી માંથી લોન લઇ ચેક આપ્યો હતો જે બાઉન્સ જતા બેંકે ફરિયાદ કરી હતી
રાજપીપલા : નાંદોદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી માંથી લોન લઇ ચેક આપતા એ ચેક બાઉન્સ જતા બેંકે ફરિયાદ કરી જે કેસ રાજપીપલા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ઠેરવી એક વર્ષ ની કેદ દસહજાર દંડ ની સજા નો હુકમ કરતા ચકચાર મચી છે.
નાંદોદ ક્રેડિટ કો.ઓ.સોસાયટીના સભાસદ અને ભરૂચ ના રહીશ એવા સંજય ચંદ્રકાન્ત ચોક્સી એ સભાસદ તરીકે નાંદોદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી માંથી અઢી લાખ ની લોન લીધી હતી અને જે અંગે જરૂરી હિસાબ કરી અઢી લાખનો ચેક સોસાયટીને આપ્યો હતો આ ચેક નિયત તારીખ પ્રમાણે સોસાયટી ના એકાઉન્ટન દવારા ચેક બેન્ક માં નાખવામાં આવ્યો ત્યારે આ વ્યક્તિના બેન્ક એકાઉન્ટ માં એટલા રૂપિયા જમા ના હોય જેથી છેતરપિંડી કરી હોય સોસાયટી તરફ થી એડવોકેટ જે.પી.પંડ્યા અને નિખિલ માલી દ્વારા રાજપીપલા એડિશનલ કોર્ટ માં ધારદાર રજૂઆત કરતા નામદાર કોર્ટે આ ઈસમને એક વર્ષની કેદ અને દસ હજાર દંડ ફટકાર્યો છે.
રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ.મો નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"