નર્મદાની મુખ્ય લાઈનમાંથી પાણીની ચોરી મામલે અધિકારીઓ પર પથ્થરમારો

0
34

શિહોર,
તા.૧૪/૪/૨૦૧૮

નર્મદા લાઈન મારફત સિહોર અને સિહોર પંથકમાં પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ આ નર્મદાની લાઇનમાં વચ્ચે ભંગાણ કરી કેટલાંક તત્વો પાણીની ચોરી કરતા હોવાની વિગતો લઈને અધિકારીઓ દોડી ગયા હતા ત્યારે અચાનક ધસી આવેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.

સિહોર તાલુકાના મંગલાણા ગામે નર્મદાની લાઇનમાં થી પાણી ચોરાવાની ફરિયાદ મળતાં પાણી પુરવઠા નિગમ ગાંધીનગરના ધ્યાને આવતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ઉપરાંત નર્મદા નિગમના અધિકારીઓ તેમજ કાર્યપાલક ઇજનેર ઝોનના ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ભાવનગર શહેર જિલ્લાના પીજીવીસીએલના અધિકારીઓ પાલિકાના પોલીસના કાફલાએ સિહોર તાલુકાના માંગલાણા ગામે તપાસ કરી હતી.

આ અધિકારીઓ ત્યાં રાયકા ત્યારે ભાવડા ગામ તરફથી આવતી નર્મદાની લાઇનમાં ભંગાણ કરી તળાવ ભરાતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ચોંકી ઉઠેલા અધિકારીઓએ સ્થળ પરથી પાણી ખેંચવા માટેનું ડીઝલ એન્જન તેમજ ઇલેક્ટ્રક મોટર વોટરપાઈપ નો મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જે દરમિયાન અચાનક ધસી આવેલા લોકોના ટોળાએ અધિકારીઓ પર પથ્થરમારો શરૂ કરી દેતાં વાતાવરણ તંગ બન્યું હતું અધિકારીઓની ટીમ સાથે રહેલા પોલીસ કાફલા એ ટોળાસામે પગલાં લેવાનું શરૂ કર્યું હતું અને ગામના સરપંચે સહીત ૫૦ લોકોના ટોળા સામે ગુનો નોધી કાયદેસર ની કાર્યેવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY