નિર્ભયા જેવી અસરકારક સ્કોડ જયારે નર્મદા માં નામના મેળવે છે ત્યારેનિર્ભયા સ્કોર્ડને વધુ સજ્જ તેમજ ગતિશીલ બનાવવા માટે પોલીસ અધિક્ષક નર્મદાએ મોટર સાયકલ આપી નિર્ભયા સ્કોર્ડને વધુ મજબુત બનાવવાની પહેલ કરી છે.

રાજપીપળા શહેર માં આડેધડ દોડતી બાઈકો પર લગામ કેમ અને કોણ લગાવશે…?!
વગર લાઈસન્સ એ આડેધડ દોડતા બાઇક ચાલકો વારંવાર બાળકો અને વૃધ્ધો ને અડફટે લેતા હોય આવા તત્વો પર અંકુશ જરૂીરી
રાજપીપળા માં આ બાબતે જો પોલીસ કડક પગલા લે તો પચાસ ટકા લાઇસન્સ વગર ના ચાલકો મળે ત્યારે એમની સામે કાયદા નો અમલ ક્યારે થશે ?
નર્મદા જિલ્લા માં કાર્યરત નિર્ભયા સ્કોડ ની ખુબ સારી કામગીરી છે અને ઠેર ઠેર આ ટિમ ની પ્રશંસા થઈ રહી છે પરંતુ રાજપીપળા શહેર માં અગાઉના વર્ષો કરતા વધેલી વસ્તી અને ટુ વહીલર વાહનોની સંખ્યા સાથે શહેર ની અંદર ના સાંકડા માર્ગો ના કારણે આડેધડ જતા બાઈક ચાલકો વારંવાર અન્ય રાહદારીઓ ને અડફટે માં લેતા જોવા મળે છે ત્યારે ફક્ત શાળા કોલેજો પસાર રખડતા રોમિયો ની કામગીરી કરતી સ્કોડ ને રાજપીપળા શહેર ના અંદર ના વિસ્તારો માં મોકલી લાઇસન્સ સહીત નું જો ચેકીંગ થાય તો વારંવાર થતા નાના મોટા અકસ્માતો પર લગામ જરૂર લાગશે આમ પણ નિર્ભયા સ્કોર્ડને વધુ સજ્જ તેમજ ગતિશીલ બનાવવા સારૂ પોલીસ અધિક્ષક નર્મદાએ મોટર સાયકલ આપી નિર્ભયા સ્કોર્ડને વધુ મજબુત બનાવવાની પહેલ કરી છે ત્યારે આ અભિયાન થી ઇજા પામતા બાળકો કે વૃધ્ધો ની સલામતી પણ વધશે માટે જિલ્લા પોલીસ વડા આ બાબતે કડક પગલાં લેવડાવે એવી માંગ ઉઠી છે
શાળા કોલેજ પાસે તો જી આર ડી ફરજ બજાવેજ છે: મહેશ વસાવા ( પૂર્વ પ્રમુખ,રાજપીપળા નગરપાલિકા )
રાજપીપળા નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ અને સદસ્ય મહેશ વસાવા એ જણાવ્યું કે નિર્ભયા સ્કોડ ની કામગીરી સારી છે પરંતુ આપણા શહેર માં બહુ યુવતીઓ ની છેડતી ના બનાવો નથી બનતા અને આમ પણ ઘણા સમય થી રાજપીપળા ની શાળા કોલેજ બહાર જી આર ડી જવાન ફરજ બજવતાં હોય છે ત્યારે જો નિર્ભયા સ્કોડ ને શહેર ના અંદર ના વિસ્તારો માં આકસ્મિક તપાસ માં મોકલાય તો ઘણા બેફામ જતા બાઈકરો ની શાન ઠેકાણે આવશે જેના કારણે અકસ્માત ઓછા જોવા મળશે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





