મુંબઈ,તા.૧૫
મોખરાની બે અભિનેત્રીઓ કેટરિના કૈફ અને આલિયા ભટ્ટે તાજેતરમાં કહ્યું હતું કે અમારા બંનેની દોસ્તી આજે પણ અકબંદ અને અખંડ છે. અમારી વચ્ચે તિરાડ પડી હોવાના રિપોર્ટ સાચા નથી.
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રના બલ્ગેરિયા ખાતેના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે કૂણી લાગણી પ્રગટી હોવાની અને બંને પ્રેમમાં પડયા હોવાની વાતો જાહેર થયા બાદ સતત એવા રિપોર્ટ મિડિયામાં પ્રગટ થતા રહ્યા છે કે આલિયા અને કેટરિના વચ્ચે તિરાડ પડી હતી અને બંને વચ્ચે હવે બોલવાના વ્યવહાર પણ રહ્યા નથી.
અગાઉ બંને વચ્ચે એવી દોસ્તી હતી કે કેટરિનાએ પોતાના વર્ક આઉટની અને ફિટ રહેવાની ખૂબીઓની વાત આલિયાને કરી હતી. સોશ્યલ મિડિયા પર એવી તસવીરો પણ પ્રગટ થઇ હતી કે બંને સાથે વર્ક આઉટ કરી રહી છે.
મિડિયાએ બંનેની દોસ્તીમાં તિરાડ પડી હોવાના રિપોર્ટ પ્રગટ કર્યા બાદ આ સતત બીજીવાર આ બંનેએ જાહેરમાં સ્પષ્ટતા કરી હતી કે અમારી દોસ્તીને કોઇ આંચ આવી નથી. મિડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે કોઇ પાર્ટી યા ઇવેન્ટમાં બંને સામસામે આવતાં હોય તો રસ્તો બદલીને બીજી તરફ ચાલી જાય છે. કેટરિના અને આલિયાએ આ રિપોર્ટને હસી કાઢ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





