સ્વચ્છતા હી સેવા પખવાડિયા હેઠળ રાજપીપળા ખાતે સફાઈ અભિયાન ની સિવિલ ખાતે થી શરૂઆત
નગરપાલિકા પ્રમુખ સિવિલ માં સફાઈ અભિયાન માટે ગયા ત્યારે ખુદ ચોકી ઉઠ્યા ,મહિલાઓ ના માસિક ધર્મ ના કટકા પણ બહાર પડેલા જોતા આશ્ચર્ય

અગાઉ પણ સિવિલ ની આજ ખદબદી કચરાપેટી ની પોલ ખોલી હતી છતાં કર્મચારીઓ ના ભરોસે ગંદકી યથાવત
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી ના અવસરે સમગ્ર દેશમાં તા. ૧૫/૦૯/૧૮ થી તા.૨/૧૦/૧૮ દરમિયાન સ્વચ્છતા હી સેવા ઝુંબેશનું આયોજન કરાયું છે.ત્યારે રાજપીપળા ખાતે શરૂ કરાયેલી આ ઝુંબેશ ખુદ નગર પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ ઉપ પ્રમુખ સપનાબેન વસાવા જિલ્લા મહામંત્રી મનીષાબેન ગાંધી દક્ષાબેન પટેલ સહિતની મહિલાઓ પાલિકા ના સફાઈ કામદારો સાથે રાજપીપળા સિવિલ હોપિટલ ખાતે થી આ જુમ્બેશ ની શરૂઆત કરાઈ જેમાં આ તમામ મહિલાઓ એ જાતે સફાઈ કામગીરી કરી પી એમ મોદી ના સ્વચ્છ ભારત અભિયાન માં સહભાગી થવા પહેલ કરી પરંતુ જાણવા મળ્યા મુજબ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના રસોડા સામેજ મુકાયેલી કચરાપેટી બહાર મહિલાઓ ના માસિક ધર્મ ના કટકા પણ પેટી ની બહાર પડેલા મળ્યા જેને આ મહિલા આગેવાનો એ ઉઠાવી પેટીમાં નાખ્યા ત્યારે એમ લાગ્યું કે સરકારી સિવિલ હોસ્પિટલ માંજ આવો અંધેર વહીવટ હોય તો મોદી ના સ્વછ અભિયાન નું સ્વપ્નું ક્યાં જશે …? જોકે આજ કચરા પેટી અગાઉ પણ ખદબદતી જોવા મળી છે ત્યારે અખબારો માં અહેવાલ બાદ વે ત્રણ દિવસ સિવિલ સત્તાધીશો નજર રાખી રાઉન્ડ મારે છે ત્યારબાદ જૈસેથે ની સ્તિથી જોવા મળતા દાખલ કે સારવાર માટે આવતા દર્દીઓ સાથે રીતસર ના ચેડાં થતા જણાઈ છે ઇન્ચાર્જો ના ભરોસે ચાલતી આ સરકારી હોસ્પિટલ માં અન્ય ઘણી તકલીફ છે પરંતુ સ્વચ્છતા બાબતે લગતા વળગતા સત્તાધીશો એ ખાસ કાળજી રાખવી જોઈએ નહિ તો દર્દીઓ સારવાર લેવા કરતા વધુ બીમાર પડે એવી નોબત ઉભી થઈ શકે એમ છે.
ખુદ પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ અને ઉપપ્રમુખ સપનાબેન વસાવા ઝુમ્બેશ દરમિયાન જયારે સિવિલ ખાતે માસિકધર્મ ના કટકા બહાર જોઈ ચોકી ઉઠ્યા ત્યારે આ સંજોગો માં સિવિલ સત્તાધીશો સામે કડક પગલા લઈ નોટિસ ફટકારવી જરૂરી છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





