જામનગર ના જાણીતા ધારાશાસ્ત્રી ની હત્યા ના વિરોધ માં નર્મદા બાર એસોસિયેશન કામગીરી થી અળગું રહ્યું 

0
109

રાજપીપલા: ગત તારીખ 28 એપ્રિલના રોજ જામનગર ખાતે જાણીતા ધારાશાસ્ત્રી કિરીટભાઈ જોષીની સિવિલ કેશ ની અદાવત રાખી હત્યા કરતા એના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આખા ભારત દેશ માં આ ઘટનાને લોકો વખોડી રહ્યા હોય સાથે ઠેર ઠેર દરેક જિલ્લા માં એના વિરોધમાં વકીલ મંડળો દ્વારા કાર્યક્રમો અપાય છે જેમાં નર્મદા જિલ્લા બાર એસોસિયેશન ના પ્રમુખ વંદનાબેન ભટ્ટ દ્વારા પણ તેમના મંડળ ના 100 સભ્યો સાથે આ ઘટનાને વખોડી કાઢી આજે કોર્ટ કામગીરી થી તામાં તમામ વકીલો અળગા રહ્યા હતા સાથે એક રેલી કાઢી કલેક્ટર ને આવેદનપત્ર આપી કોર્ટ કામગીરી થી સંપૂર્ણ રીતે અલિપ્ત રહ્યા હતા

વારંવાર વકીલો પર થતા હુમલા એ ગંભીર અને ચિંતાજનક બાબત છે: કુ.વંદના ભટ્ટ (પ્રમુખ,નર્મદા બાર એસોસિયેશન)

આ બાબતે નર્મદા જિલ્લા વકીલ મંડળ ના મહિલા પ્રમુખ કુ.વંદનાબેન ભટ્ટે જણાવ્યું હતું કે વારંવાર સમાજ માટે નવી રાહ ચીંધતા વકીલો પર ની હત્યા અને હુમલા જેવી બાબતને અમે વખોડીએ છીએ ત્યારે વકીલની હત્યા એ સમાજ માટે ચિંતા અને ચિંતન નો વિષય બની છે જેથી અમે આજે કોર્ટ કામગીરી થી અળગા રહી વિરોધ કર્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY