નરોડા સામૂહિક આપઘાત કેસઃ ૬ લાખની લોન માંગતો કૃણાલનો ઓડિયો વાયરલ

0
14

અમદાવાદ,તા.૧૫
નરોડા સામુહિક આત્મહત્યા કેસ પાછળનું કારણ શોધવા માટે હાલ પોલીસ પાસે સુસાઇડ નોટ સિવાય ખાસ કંઈ નથી. જેમાં કથિત કાળી શક્તિએ તેમને આત્મહત્યા કરવા માટે પ્રેર્યા હોવાનું માનવામાં આવે છે. હાલ પોલીસે આર્થિક પરિસ્થિતિ લઇ કુણાલના બેંક ખાતાઓને તપાસ ઉપરાંત તેના બેંક સ્ટેટમેન્ટ્‌સ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
જા કે કૃણાલ ત્રિવેદીનો એક ઓડિયો સામે આવ્યો છે. જે પોલીસ તપાસમાં પણ મદદરૂપ થઈ શકે છે. આ ઓડિયોમાં કૃણાલે ૫ સપ્ટેમ્બરના રોજ કુશવાહ ફાઇનાન્સ મેનેજમેન્ટના માલિક તેમજ તેના પૂર્વ પડોશી અવધેશ કુશવાહને ફોન કર્યો હતો. જેમાં કૃણાલે તેમને જણાવ્યું હતું કે પિતરાઇ બહેનને ૬ લાખની અનસિક્્યોર્ડ લોન જાઇએ છે. કેમ કે પિતરાઇ બહેનને ૬ -૭ દિવસમાં એક કામ માટે ૬ લાખના વ્હાઈટ મની તાત્કાલીક બતાવવાના હતા. આ ઓડિયો અવધેશે કુશવાહે જ પોલીસને સંભળાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY