ન્યુ દિલ્હી,તા.૧૫
રાહુલ ગાંધીએ ફરીવાર વિજય માલ્યા મામલે પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને કહ્યું કે, સીબીઆઈના જાઈન્ટ ડિરેક્ટર એ.કે. શર્માએ માલ્યાની લુકઆઉટ નોટિસને નબળી કરી હતી.
જેથી માલ્યાને વિદેશ ભાગી જવામાં સફળતા મળી હતી એ.કે. શર્મા ગુજરાત કેડરના અધિકારી અને પીએમ મોદીના વિશ્વાસુ હોવાનો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે. એકે શર્માના કારણે નિરવ મોદી અને મેહુલ ચોકસીને વિદેશ ફરાર થવામાં સફળતા મળી છે. શુક્રવારે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સીધા પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને જણાવ્યુ હતુ કે, સીબીઆઈ દ્વારા મૌન ધારણ કરીને ડિટેન નોટિસને ઈન્ફોર્મ નોટિસમાં બદલી દેવામાં આવી. આમ કરવાથી માલ્યાને દેશ છોડીને ફરાર થવામાં સફળતા મળી. સીબીઆઈ હમેશા પ્રધાનમંત્રીને સીધો રિપોર્ટ કરે છે. રાહુલ ગાંધીએ નાણા પ્રધાન અરૂણ જેટલીનુ પણ રાજીનામું માગ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




