રેવાડી દુષ્કર્મ કેસઃ આરોપીઓ પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર

0
22

હરિયાણા,તા.૧૫
હરિયાણાના રેવાડીમાં થયેલી દુષ્કર્મની ઘટના મામલે પોલીસે એસઆઈટીની રચના કરી છે. રાષ્ટÙીય મહિલા આયોગે હરિયાણાના ડીજીપી પાસે રિપોર્ટ માંગ્યો છે. એસઆઈટીની ટીમે આ મામલે કÌš કે, આરોપીઓ પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ આરોપીઓને ઝડપી પાડના માટે કામ કરી રહી છે. ગેંગ રેપની ઘટનામાં પોલીસની નિષ્ક્રિયતા પણ સામે આવી છે.
પોલીસે અત્યાર સુધીમાં દુષ્કર્મના પાપીઓને ધરપકડ કરવામાં આવી નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારે આરોપીઓએ યુવતીનું અપહરણ કર્યુ હતુ. યુવતીના અપહરણ બાદ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતી પરિક્ષા માટે કનીના જઈ રહી હતી ત્યારે બસ સ્ટેશન પાસેથી તેનુ અપહરણ કરવામાં આવ્યુ હતું.
ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ યુવતીને નશીલુ પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ દુષ્કર્મના પાપીઓ યુવતીને બસ સ્ટેશન પાસે છોડીને ફરાર થઈ ગયા હતા. પીડિત યુવતીને ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસની કામગીરી પર સલાવ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર પાસે રાજીનામું માગ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY