લખતરના ઝમર ગામે શ્રી ખોડિયાર માતાજી નો નવરંગો માંડવો યોજાયો

0
143

લખતર ના ઝમર ગામે આવેલ ખોડિયારમાં ના સ્થાનકે નવરંગો માંડવો યોજાયો આ પ્રસંગે વય નિવૃત્તિને કારણે ફરજમુક્ત થયેલ દેવેન્દ્રસિંહ રાણાનો સત્કાર સમારંભ તથા આ સાથે નારી સશક્તિકરણના ભાગ રૂપે મહિલા ગાયત્રી પરિવાર ઝમર દ્વારા થયેલ ઘનિષ્ઠ વૃક્ષારોપણમાં સક્રિય સહાયક તરીકે મહત્વનું પ્રદાન કરનાર પ્રફુલાબા રાણાનું વિષેસ સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે ઝમર ગામેં 10.000 વૃક્ષ ઉછેરનું ઋષિકાર્ય કરનાર શ્રી સુખદેવસિંહ.એચ.ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નવરંગા માંડવાની પૂર્ણવતી નિમિતે સમગ્ર ઝમર ગામ ધુમાડા બંધ પ્રસાદ લેવા માટે આમંત્રવા માં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહ લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણી નાથુભા વરસાની ભરતસિંહ રાણા ડેરવાળા ડો.હરપાલસિંહ વાઘેલા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY