ગુજરાત સહિત ૫ રાજ્યોમાં આતંકી બેઝ બનાવવાની ફિરાકમાં હતો હાફિઝ

0
6

ન્યુ દિલ્હી,તા.૨
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NLI)એ હાફિઝ સઇદ મોટા પ્લાનનો ભાંડો ફોડ્યો છે. ભારતના શહેરોમાં આતંકીઓની ભરતીનું એક ષડ્યંત્ર ઇન્વેસ્ટીગેશન એજન્સીએ નિષ્ફળ બનાવ્યું છે. એક અગ્રણી ન્યૂઝ ચેનલ પ્રમાણે તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ હાફિઝ સઇદના તે પ્લાનને નિષ્ફળ બવાવ્યો છે જેમાં તે દિલ્હી, રાજસ્થાન, શ્રીનગર, ગુજરાત અને મુંબઇમાં પોતાના આતંકી અડ્ડાઓ બનાવવામાં લાગ્યો હતો.NLIની ટીમે શ્રીનગરના બે સ્થળો પર દરોડા પણ પાડ્યા હતા.
NLI ના એક સિનિયર અધિકારી પ્રમાણે, હાફિઝ સઇદના જમાત ઉદ દાવા જેનું કાર્યાલય પાકિસ્તાનના લાહોરમાં છે , તેણે પોતાનું અન્ય એક બેઝ દુબઇમાં બનાવ્યું છે. સાથે જ દુબઇ દ્વારા કેટલાક હવાલા કારોબારીઓની મદદથી દિલ્હી સહિત દેશના કેટલાંક રાજ્યોમાં ફંડિંગ કરવામાં આવી રહી છે. અમને વિશ્વાસ છે કે ફંડિંગના પૈસા કાશ્મીરમાં આતંકીઓની પાસે મોકલવામાં આવે છે.
દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં ત્રણ હવાલા ઓપરેટરની ધરપકડ કરવામાં આવી તે સમય દરમિયાન આ ષડ્યંત્રનો ખુલાસો થયો. તેમને પુછપરછમાં તે જાણવા મળ્યું કે, ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આરોપીઓ હાફિઝની સંસ્થા ફલાહ-એ-ઇન્સાનિયતના સંપર્કમાં હતા. તેમાંથી એક આરોપી મોહમદ સલમાન કામરાન સાથે સીધા સંપર્કમાં હતો. સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હાફિઝ સઇદ દિલ્હી, મુંબઇ, ગુજરાત, રાજસ્થાન અને ગુજરાતમાં લશ્કર-એ-તૈયબા માટે નવા અડ્ડાઓ બનાવવાનું ષડ્યંત્ર રચી રહ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY