નવાઝ શરીફની કબૂલાત : ૨૬/૧૧ મુંબઈ હુમલામાં પાકિસ્તાન આતંકીઓનો હાથ

0
88

આપણે તો કેસ પણ સરખી રીતે નથી ચાલવા દેતા
ઈસ્લામાબાદ,તા.૧૨
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફે પદથી હટ્યા પછી લગભગ ૯ મહિના બાદ મુંબઈ અટેક પર મોટું નિવેદન આપ્યું છે. તેઓએ પાકિસ્તાની અખબાર ધ ડોનને આપેલા ઇન્ટરવ્યૂમાં કÌšં કે શું આપણે આતંકીઓને સીમા પાર જવા દેવા જાઈએ અને મુંબઈમાં ૧૫૦ લોકોને મારવા દેવા જાઈએ? શરીફને પનામા પેપર કેસમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૨૮ જુલાઈએ દોષી કરાર કર્યા હતા. ત્યારબાદ તેમને પોતાનું પદ છોડવું પડ્યું હતું. પાકિસ્તાન આ વાતને નકારતું રÌšં છે કે ૨૦૦૮ મુંબઈ હુમલામાં તેમની કોઈ ભૂમિકા છે. ભારત દ્વારા ડોઝિયર અને મજબૂત પુરાવા આપ્યા બાદ પણ ત્યાંની સરકારે કોઈ યોગ્ય પગલા નથી ઉઠાવ્યા.
અખબાર ડોનને આપેલા ઇન્ટરવ્યૂમાં નવાજ શરીફે કહ્યુ કે, પાકિસ્તાનમાં હજુ પણ આતંકી સંગઠન સક્રિય છે. શું આપણે તેમને સીમા પાર કરી મુંબઈમાં ઘૂસી ૧૫૦ લોકોને મારવાનો આદેશ આપી શકીએ છીએ? શું મને આ વાતનો કોઈ જવાબ આપશે? આપણે તો કેસ પણ સરખી રીતે નથી ચાલવા દેતા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ૨૬/૧૧ના મુંબઈ હુમલાની રજૂઆત કરી ચૂકેલા મુખ્ય વકીલ ચૌધરી અઝહરને હટાવી દીધા હતા. નવાજે એમ પણ કÌšં કે, જા તમે કોઈ દેશ ચલાવી રહ્યા છો તો તેની જ સાથે બે કે ત્રણ સમાંતર સરકારો ન ચાલી શકે. તેને બંધ કરવી પડશે. તમે બંધારણીય રીતે માત્ર એક જ સરકાર ચલાવી શકો છો.
નવાજે કÌšં કે, મને મારા પોતાના લોકોએ જ સત્તા પરથી ઉતારી દીધો. અનેક વાર સમજૂતી કર્યા બાદ પણ મારા વિચોરોનો સ્વીકાર ન કરવામાં આવ્યો. અફઘાનિસ્તાનની વિચારધારાને માની લેવામાં આવે છે, પરંતુ અમારી નહીં.
જાકે, નવાજ એ વાતને નકારે છે કે નિષ્ફળ રહેવાના કારણે તેમને પદ પરથી હટવું પડ્યું. તેમનું કહેવું છે કે, દેશમાં બંધારણ સૌથી ઉપર છે. બીજા કોઈ રસ્તો નથી. અમે એક તાનાશાહ (પરવેજ મુશર્રફ) પર કેસ ચલાવી દીધો. આવું પાકિસ્તાનમાં પહેલા ક્યારેય જાવા નથી મળ્યું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY