પ્રભાત ફેરી યોવજવા સાથે ચિત્રકલાક નિબંધ અને સંગીત ખુરશી સ્પર્ધા યોજાઈ
સુરત, તા.૧૬
૧૪મી એપ્રિલ ૨૦૧૯ના રોજ એનટીપીસી કવાસ પરિયોજનામાં સેવા સમિતિના સહયોગથી ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીની ૧૨૮મી જન્મ જયંતી ખૂબ જ ઉત્સાહ – ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવી હતી. પ્રાંત એનટીપીસી આદિત્યનગર શોપિંગ કોમ્પલેક્સમાંથી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની આગેવાની અપર મહાપ્રબંધક (ઓ એન્ડ એમ) શ્રી સંજય દાંતેએ કરી હતી. પ્રભાત ફેરીમાં કવાસ પરિયોજનાના વિભાગ પ્રમુખ કર્મચારીઓ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (સીઆઈએસએફ)ના જવાનો તથા આદિત્યનગરવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રભાતફેરીનું સમાપન ડો. ભીમરાવ આંબેડકર ખેલ પરિસરમાં કરવામાં આવ્યું હતું.
ભારતરત્ન બાબા સાહેબ આંબેડકરજીના જન્મજયંતીના અગસરે સિમ્યુલેરમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં પ્રમુખ અતિથિ અપર મહાપ્રબંધક (અો. એન્ડ એમ.) શ્રી સંજય દાતેએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા ચઢાવી હતી તથા તમામ ઉપસ્થિત વ્યકિતઓએ પ્રતિમા પર પુષ્પો અર્પણ કરી બુધ્ધ વંદનાનું પઠન કર્યુ હતું. કાર્યક્રમમાં અતિથિવકતાશ્રી પરિક્ષીત રાઠોડ, નિવૃત્ત પ્રોફેસર) શ્રી રશ્મી ગૌતમ, સામાજિક કાર્યકર્તાએ ડો. આંબેડકરજીના જીવન અને તેમના કાર્યો પર પ્રકાશ ફેંકયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ અપર મહાપ્રબંધક (ઓ એન્ડ એમ) શ્રી સંજય દાતેએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ડો. બાબા સાહેબ આંબેડકરજીના બતાવેલા માર્ગો પર ચાલવા અને જરૂરિયાતમંદોની સેવા કરતા રહેવા જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




