નવરાત્રિ વેકેશનમાં સ્કૂલો ચાલુ રાખવા અંગે સાંજ સુધીમાં શાળા સંચાલક મંડળો ડીઈઅોને નોટીસોનો જવાબ આપી દેશે

0
8

સુરત, તા. ૧૫
નવરાત્રિ વેકેશન દરમિયાન શાળાઅો ચાલુ રાખનારા સંચાલકોને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (ડીઈઅો) દ્વારા નોટીસ પાઠવી જવાબ માગ્યો હતો. શહેરની તમામ ખાનગી શાળાઅોનો લેખિત જવાબ લઈને આજે સાંજ સુધી સંચાલક મંડળના પ્રમુખ દ્વારા ડીઈઅોને જવાબ રજૂ કરવામાં આવશે.
સુરત શહેર ખાનગી શાળા સંચાલક મંડળ રાજ્ય સરકારના નવરાત્રિ વકેશેનના જાહેરનામાનો ભંગ કરીને શાળાઅો ચાલુ રાખવામાં આવી હતી જેથી ડીઈઅો દ્વારા નવરાત્રિ વેકેશન દરમિયાન શાળાઅ ચાલુ રાખનારા સંચાલકોને નોટીસ મોકાવી બે દિવસમાં જવાબ માગ્યો હતો. સુરત શહેર ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર પ્રથમ સત્રાંત પરીક્ષા નજીક હોવાથી પરીક્ષાનુ઼ રિવીજન શક્ય ન હતું. તેથી વાલીઅો અને વિદ્યાર્થિનીઅોની પરવાનગી લઈને શાળાઅો ચાલુ રાખવામાંઅ આવી છે. આ ઉપરાંત મોટા ભાગની શાળાઅોમાં ઉતતર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને પરપ્રાંતીય નાગરિકોના બાળકો અભ્યાસ કરતા હોય છે તે માટે દિવાળી વેકેશન લંબાવી શકાય નહીં. ૨૧ દિવસના દિવાળી વેકેશન દરમિયાન પોતાના વતનમાં જઈને તહેવારની ઉજવણી સાથે સંબંધીઅોને મળવાનું અને પ્રસંગોમાં હાજરી આપવા માટેનું વાલીઅોનું આગોતરૂ આયોજન હોય છે. વાલીઅો દિવાળી વેકેશન ટૂકાવવા માટે તૈયાર નથી. આજે સાંજ સુધી સુરત શહેર ખાનગી શાળા સંચાલક મંડળ સાથે સંકળાયેલ શાળાઅોની સંચાલક પાસેથી લેખિત જવાબ લેવામાં આવ્યો છે. જવાનો સામૂહિક બંચ ડીઇઅો સમક્ષ રજૂ કરવામાં આવશે. વાલીઅો, વિદ્યાર્થિઅો, શિક્ષકો અને સંચાલકોની સહમતીથી નવરાત્રિ વેકેશનમાં શાળાઅો ચાલુ રાખવામાં આવી છે અને દિવાળી વેકેશન રાબેતા મુજબ ૨૧ દિવસનું રહેશે તેઅો જવાબ ડીઈઅોને રજૂ કરાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY