સુરત, તા. ૧૫
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે મળેલી સામાન્ય સભા અપેક્ષા મુજબ વિપક્ષી સભ્યોએ ગજવી હતી અભ્યાસ માટે કામની ફાઈલો સહિતની માહિતી નહીં અપાતી હોવા સહિતના મુદ્દે કોંગ્રેસી સભ્ય નટુભાઈ પટેલ, શફીભાઇ જરીવાળાએ સભા ગજવી હતી.
સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ભાજપ શાસકો અને વહીવટી તંત્રને ભીંસમાં લેતા કોંગ્રેસી સભ્ય નટુભાઈ પટેલ, શફી જરીવાળાએ જણાવ્યું હતું કે, પસ્તી વેચાણ ફાઈલો અભ્યાસ અર્થે માગવામાં આવતી હોવા છતાં પણ અપાતી નથીï. શું ભાજપ શાસકોએ વહીવટી તંત્ર સાથે મળીને પસ્તી કૌભાંડ આચરાયું છે? જેથી વિગતો છૂપાવવામાં આવી રહી હોવાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. સરકારમાં જમા કરાવી દેવાયેલ શિષ્યવૃત્તિના મુદ્દે પણ શાસકોની નિષ્ફળતા સામે પસ્તાળ પાડી હતી. આજે પણ પ્રવેશ ઉત્સવમાં ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઅોને શૈક્ષણિક કીટ મળી નથી. અડધુ સત્ર પૂરુ થવા આવ્યું છે, ત્યારે દિવાળીમાં નવા કપડા સમજીને યુનિફોર્મ આવવાની ટકોર પણ વિપક્ષી સભ્યોએ કરી હતી.વિપક્ષી સભ્યોને કચેરી દ્વારા ખરીદાયેલા રૂ. ૯૦,૦૦૦ની કિંમતના ભમરડા, દોરી, લખોટાના કોઈ બિલ સબમીટ કર્યા ન હોવાનો આક્ષેપ કરી વગર બિલે બજારમાં પેમેન્ટ ચૂકવી દેવાળુ હોવાનું જણાવી ઉમેર્યુ હતું કે, ખરેખર આ વસ્તુઅો ખરીદાયેલી હશે કે કેમ? એ એક પ્રશ્ન છે. તેમજ આર.અો. પ્લાન્ટ, મેદાન સફાઈ, ટાંકી સફાઈïના કાર્યોની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ દર છ-છ મહિને રિન્યુ કરીને શાસકોï ભ્રષ્ટાચાર આચરી રહ્ના હોવાનું વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




