કેવડિયા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઈ ધમધમાટ શરુ

0
26

અમદાવાદ, તા.૧૨
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમાનુ આગામી ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે લોકાર્પણ સમારોહની પૂર્વ તૈયારીઓના ભાગરુપે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. સરદાર પટેલની ૧૮૧ મીટર ઉંચી પ્રતિમાનુ લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે. આ માટે જાહેરસભાનુ સ્થળ પણ નક્કી કરી લેવામાં આવ્યુ છે. સુત્રોના જણાવ્યા મુજબ, સરદાર સરોવર ડેમ નજીક આવેલ હેલીપેડ ખાતે વડાપ્રધાન મોદીની જાહેરસભા યોજાશે. જાકે અહીં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર કાર્યક્રમ ટુંકાવી દેવામાં આવ્યો છે. મોદી ફક્ત ૧૦ હજાર જેટલા લોકોની હાજરીમાં પ્રતિમાનુ લોકાર્પણ કરશે. સરદારની આખી પ્રતિમાને ઢાંકી શકાય તેમ ન હોવાથી સભાસ્થળે સરદારની ૨૦ ફૂટની એક રેપ્લિકા તૈયાર કરવામાં આવશે. મોદી આ રેપ્લિકાનુ જ અનાવરણ કરશે. આ ઉપરાંત ૧૮૨ મીટર ઊંચી સરદારની પ્રતિમા સ્થળે એક શિવલિંગ પણ બનાવવામાં આવશે. મોદી આ શિવલિંગ પર નર્મદાના પાણીથી જળાભિષેક કરશે. હાલ મોટાભાગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ટૂંક સમયમાં જ સ્ટેજ સહિતની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY