નવસારીઃ લગ્ન સમારંભમાં દારૂની મહેફિલ,વરરાજા સહિત ૨૩ ઝડપાયા

0
7

નવસારી,તા.૯
રાજ્યભરમાં લગ્નનો માહોલ જામ્યો છે. હને લગ્નમાં દારુની પાર્ટી કરવાનો નવો ટ્રેન્ડ જાવા મળી રહ્યો છે. નવસારીમાં આવી જ રીતે લગ્ન સમારંભમાં દારુની પાર્ટી કરવામાં આવી રહી હતી. જેમાં પોલીસે રેડ પાડી ૨૩ લોકોની અટકાયત કરી હતી. ૨૩ લોકોમાં ૪ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ઘટનાની વિગત એવી છે કે નવસારી શહેરની નૂતન સોસાયટીમાં લગ્ન સમારંભ દરમિયાન દારુની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને જાણ થતા લગ્ન સમારંભમાં રેડ કરી હતી અને ૨૩ નબીરાની અટકાયત કરી તમામને સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા. ૨૩ લોકોમાં ૪ મહિલોઓ પણ સામેલ હતી. ખાસ વાત એ છે કે વરરાજા અર્પિત શાહ પણ દારુની મહેફીલમાં હાજર હતો.
આ સિવાય આ દારુની મહેફિલમાં નામાંકિત બિલ્ડર અને ભાજપના આગેવાન પ્રદીપ જૈનનો છોકરો જિમી જૈન પણ ઝડપાયો હતો. બિલ્ડર હિમાંશુ ચોક્સીના બે દિકરાઓ પણ દારુની મહેફીલ માણતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY