વલસાડ સ્કૂલની હોસ્ટેલમાંથી ભાગવા જતા સ્ટુડન્ટને લાગ્યો કરંટ, મોત

0
11

વલસાડની સ્વામીનારાયણ સ્કૂલની હોસ્ટેલના સ્ટુડન્ટનું કંપાઉન્ડ વોલ ઉપરથી પસાર થતી હાઇટેન્શન લાઇનના હાઇવોલ્ટ કરંટથી કરૂણ મોત

વલસાડના અબ્રામા ખાતે આવેલી બીએપીએસ સંસ્થાની સ્કૂલમાં ગત રવિવારે હોસ્ટલમાં રહેતો એક વિદ્યાર્થી હોસ્ટેલના વાતાવરણથી કંટાળી કેમ્પસની દીવાલ કૂદીને ભાગવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈનને તે અડી જતાં કરંટ લાગતાં તે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક 108 દ્વારા કસ્તૂરબા હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરતની બીએપીએસ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મંગળવારે રાત્રે મોત નિપજતાં શાળા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.કપરાડના વડખંભા ગામે રહેતો જયદીપ અરવિંદ ગાંવિતે ગત 11મી જૂને બીએપીએસ શાળામાં ધો.11 સાયન્સમાં પ્રવેશ લીધો હતો. તે કેમ્પસમાં આવેલી પ્રમુખ કુટીરમાં તેના સાથી મિત્રો સાથે રહેતો હતો. રવિવાર 17મી જૂને બપોરે જમવાના સમયે જયદીપ એકાએક ક્યાં જતો રહ્યો તેનું કોઈને ધ્યાન રહ્યું નહિં. જમી રહ્યા બાદ તેના રૂમ પાર્ટનરો એ હોસ્ટેલના ઈન્ચાર્જ કનક પરમારને જયદીપ રૂમમાં નથી તેની જાણ કરી હતી. તપાસ કરતાં બધાં ભોજનશાળાની પાછળ દીવાલ તરફ દોડ્યા હતાં. ત્યાં કોઈકનો અવાજ સંભળ્યો કે, કોઈક છોકરો દીવાલ પર લટકી ગયો છે. ત્યાં જઈ તપાસ કરી તો જયદીપ હોવાનું જણાયું હતું.

હોસ્ટેલના વાતાવરણથી કંટાળીને ભાગવા જતા દુર્ઘટના

જયદીપે કયા કારણોસર આ પગલું ભર્યું તે કોઈ પણ જાણતું નથી. તાત્કાલિક હોસ્ટેલ ઈન્ચાર્જ હિતેશ પટેલ અને કનક પરમાર સહિત તમામે ત્યાં ઘટના સ્થળે પહોંચી દીવાલ પર લટકી રહેલા જયદીપને નીચે ઉતારવા કાર્યવાહી કરી હતી. જીઈબી સ્ટાફના માણસોએ દોડી આવી મેઈનલાઈન બંધ કરી 108 એમ્બ્યુલન્સમાં જયદીપને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરત બીએપીએસ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ તેનું મંગળવારે મોત નિપજ્યુ હતું.

જબરજસ્તીથી તેના વાલી અહીં મૂકી ગયા હતા

કેમ્પસમાંથી મળતી માહિતી મુજબ બીએપીએસની શાળામાં જયદીપને તેના વાલી જબરજસ્તીથી મૂકી ગયા હોવાનું જાણવા મળે છે. તેને વડખંભાથી આટલું દૂર ભણવા જવું ન હતું. તે સતત માનસિક તણાવ હોવાનું દેખાતું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY