નવસારી અને જલાલપોર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ ગાળવાની ભઠ્ઠીના 12 અને દેશી દારૂનો આથો (વોશ)ના કેસ
અમદાવાદમાં લઠ્ઠાકાંડ બાદ સફાળી જાગેલી નવસારી જિલ્લા પોલીસ દેશી દાruના અડ્ડાઓ ઉપર ત્રાટકી હતી. નવસારી અને જલાલપોર ગ્રામ્ય વિસ્તારમાંથી ભઠ્ઠી અને વોશના ૧૫ પ્રોહીબીશનના કેસો કરી, ૧૫ બુટલેગરોને જેલમાં ધકેલી દીધા હતા. અમદાવાદમાં લઠ્ઠાકાંડની ઘટનાએ રાજ્યભરમાં દારૂબંધીની પોલ ખોલી દીધી છે. આ ઘટના બાદ સફાળી જાગેલી નવસારી જિલ્લા પોલીસ દેશી-વિદેશી દારૂના કેસો શોધવામાં વ્યસ્ત બની છે. જે અંતર્ગત એલ.સી.બી. પોલીસે જલાલપોર અને નવસારી ગ્રામ્ય વિસ્તારમાં અલગ-અલગ સ્થળે ચાલતા દેશી દારૃના અડ્ડા – ભઠ્ઠા ઉપર રેડ કરી હતી. કુલ ૧૨ દારૃ ગાળવાની ભઠ્ઠીનાં કેસો અને દેશી દારૃનો આથો (વોશ)ના કુલ ૩ કેસો શોધી કાઢી ૧૫ બુટલેગરોને જેલમાં ધકેલી દીધા હતા. જેમાં નવસારી ગ્રામ્ય પોલીસની હદમાં આવતા અડદા ગામે લીસ્ટેડ બુટલેગર રાજુ સુખાભાઇ રાઠોડ, રમીલા હિતેશભાઇ રાઠોડ, ભીખી બાલુભાઇ રાઠોડ, સુખી ઇશ્વરભાઇ રાઠોડ તથા છીબી નાનુભાઇ રાઠોડ (તમામ રહે. અડદાગામ, હળપતિવાસ, તા.જી. નવસારી) આ ઉપરાંત જલાલપોર પોલીસની હદમાં આવેલા વિજલપોર, સમોદીયા ફળિયામાં છાપો મારતા જોગી છીબાભાઇ રાઠોડ, રામી નટુભાઇ નાયકા, વનીતા સતીષભાઇ નાયકા, લીલા હરીશભાઇ નાયકા અને પુષ્પા નરેશભાઇ નાયકાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પૂણેશ્વર ખાતે દેશી દારૃની ભઠ્ઠી પર છાપો મારી જયા ચંદુભાઇ નાયકા, નીરૃ નાનુભાઇ નાયકા, રેખા સવુભાઇ નાયકા અને જશુ રમણભાઇ નાયકાની ધરપકડ કરી હતી. મોગાર ગામે મનીષા ઠાકોરભાઇ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે કુલ ૩૫ લીટર દેશી દારૃ, દારૃ ગાળવા માટેના ગોળ-પાણીનું રસાયણ ૧૭૪૫ લીટર, ભઠ્ઠીના સાધનો મળી કુલ રૃ. કુલ રૃ. ૬ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેને પગલે જિલ્લામાં દેશી દારૃના અડ્ડા ચલાવનારા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





