માંગરોળ તાલુકાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આરામ કરી રહ્યાં છે : બાળકોનો અભ્યાસ બગડતા વાલીઓમાં રોષ
નવું શૈક્ષણિક સત્ર શરૃ થયાને આજે એક માસ કરતાં વધુ સમય વીતી ગયો છે છતાં હજુ સુધી માંગરોળ તાલુકામાં કાર્યરત ૧૩૦, સુરત જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધો. ૩ અને ૪ના વિદ્યાર્થીઓને એકપણ પુસ્તક મળ્યું નથી. આજે શૈક્ષણિક કાર્ય શરૃ થયાને એક માસનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પુસ્તકો મળ્યા ન હોવાથી ધોરણ- ૩ અને ૪માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. થોડા દિવસોમાં પ્રથમ કસોટીની જાહેરાત થશે. સાથે જ ચાલુ વર્ષે નવરાત્રિનું નવ દિવસોનું વધારાનું વેકેશન પણ પડનાર છે. ત્યારબાદ દિવાળી વેકેશન પડશે. આમ રજાઓ વધુ આવી રહી છે ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળતા વાલીઓ ચિંતાતુર બન્યા છે. સાથે રોષ પણ જોવા મળે છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાનાં માંગરોળ સિવાયનાં અન્ય તાલુકાઓમાં પુસ્તકોના પૂરેપૂરા સેટો મોકલી આપ્યા છે. માંગરોળ તાલુકાની ૧૩૦ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૩માં ૨૧૦૦ અને ધોરણ-૪માં ૨૧૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેની સામે માત્ર ધોરણ-૩નાં ૨૫૦ અને ધોરણ-૪ના ૨૫૦ સેટો મોકલી તાલુકાનાં આદિવાસી વિદ્યાર્થીઓની ક્રૂર મશ્કરી કરી છે. ૨૫૦-૨૫૦ પુસ્તકોના સેટો આવ્યા છે છતાં આ સેટોમાંથી સંબંધિત ગામોની પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોને પણ પોતાના વિષયો મુજબનાં પુસ્તકો આપવામાં આવતે તો આ પુસ્તકોને આધારે શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીશક્યા હોત. આમ એક માસથી વિદ્યાર્થીઓ અને આ ધોરણોમાં શિક્ષણ આપતા શિક્ષકો આરામ કરી રહ્યાં છે. પ્રજ્ઞાાનો અભ્યાસ બંધ કરાતાં પુસ્તકોની સમસ્યા ઉભી થઇ છે આ પ્રશ્ને સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિનાં ચેરમેન સામસીંગ વસાવાને પૂછતાં જવાબ મળ્યો કે, ધોરણ ૧ થી ૪માં પ્રજ્ઞાાનો અભ્યાસક્રમ શરૃ કરવામાં આવ્યો હતો. સરકારે ચાલુ વર્ષથી પ્રજ્ઞાાનો અભ્યાસક્રમ ધોરણ-૩ અને ધોરણ-૪માં બંધ કરતા નવા અભ્યાસક્રમનાં પુસ્તકો પુરતા પ્રમાણમાં આવ્યા નથી જેથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અઠવાડિયામાં પુસ્તકો આવી જશે : પ્રાથમિક શિક્ષણાધિકારી સુરતનાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી જે.એમ. ખરાડીનો સંપર્ક કરી પૂછતાં જણાવ્યું કે, પ્રજ્ઞાાનો અભ્યાસક્રમ બંધ કરાતા આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને જેટલા સેટો ઘટતા છે એ માટેની માંગણી ઓનલાઇન મોકલી આપવામાં આવી છે. અને સંભવત: એક અઠવાડિયામાં આ પુસ્તકો આવી જશે.


જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





