ઉ.કોરિયાએ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ સાઈટ ભાંગી પડતાં પરમાણુ મિસાઈલ ટેસ્ટ રદ્દ કર્યો!

0
389

પ્યોંગયોંગ,તા.૨૬
પરમાણુ શસ્ત્રોને લઇને અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચેના અણબનાવથી ઉત્તર કોરિયાના શાસક કિમ જાંગ ઉનના પરમાણુ મિસાઇલ્સ ટેસ્ટ પ્રોગ્રામ રોકવા માટેની જાહેરાતથી કંઇક રંધાતુ હોય તેવું જણાય છે. સમગ્ર વિશ્વમાં આ બાબતની ચર્ચા છે કે કિમે આ પગલું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભર્યું છે. પરંતુ હવે તે પાછળનું વાસ્તવિક કારણ પણ જાહેર થયું છે.
તેનો ભાંડો ફોડતા ચીનના ભૂ-ગર્ભ નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, ઉત્તર કોરિયાની ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ સાઇટ ભાંગી પડી છે અને હવે તેમની પાસે પરીક્ષણ માટે કોઈ સ્થળ નથી. કિમએ કાર્યક્રમ રોકવાની જાહેરાત કરતા ટ્ર્‌મ્પથી થનાર મુલાકાતને તેનું કારણ ગણાવ્યું છે. પ્રકાશિત થયેલા સમાચાર મુજબ ચીનના શોધકર્તાઓએ જાણકારી મેળવી છે કે સપ્ટેમ્બરમાં યોજાયેલ છઠ્ઠા ટેસ્ટ દરમિયાન પરમાણુ સાઇટનો ભાગ તૂટી ગયો હતો.
તે પરીક્ષણ દરમિયાન થયેલ વિસ્ફોટને જાપાન દ્વાર આશરે ૧૨૦ કિલોગ્રામ માપવામાં આવ્યું હતું, જો કે તે બોમ્બ અમેરિકા દ્વારા હિરોશિમા શહેર પર ફેકવામાં આવેલ બોમ્બ કરતાં આઠ ગણો વધુ હતો. ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલ ફોટાઓમાંથી પણ દૃશ્યમાન છે કે છઠ્ઠા પરિક્ષણ બાદ અને પછી તે વિસ્તારની ભૂગોળ બદલાઈ ગઈ છે.
કિમના શાસન દરમિયાન ઉત્તર કોરિયાએ સતત તેના અણુ કાર્યક્રમને વિસ્તૃત કર્યાં છે. ઉત્તર કોરિયા વારંવાર પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરીને વિશ્વને ડરાવે છે. યુએસએ સહિત ઘણા મોટા દેશો પણ તેનાથી આવા પ્રોગ્રામને રોકવાની અપીલ કરી રહ્યાં છે. ત્યાં સુધી કે ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ રાષ્ટ્રિય સુરક્ષા પરિષદ, યુરોપિયન યુનિયન, દક્ષિણ કોરિયા અને અન્ય જૂથો પણ કિમના આ પ્રકારના વલણ પર તેમની નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY