ચાલુ સપ્તાહે પોલીસ કેપ્ટનોની દિલ્હીમાં રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક મળશે
ન્યુ દિલ્હી,તા.૧૧
અર્બન નક્સલ પર ઉઠેલા વિવાદો વચ્ચે મોદી સરકાર નક્સલવાદીઓની વિરૂદ્ધ ઓપરેશન ઝડપી બનાવશે. તેના માટે ઓપરેશન ગ્રીન હંટને વધુ વ્યાપક અને પ્રભાવી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરના દિવસોમાં નકસલવાદ પ્રભાવિત જિલ્લાઓમાં મળેલી સફળતાથી ઉત્સાહિત ગૃહ મંત્રાલયે સૌથી ખતરનાક નકસલી વિસ્તારોમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન ચલાવવાનો નિર્ણય કર્યો છે. તેને અમલમાં લાવવા માટે ચાલુ મહિને સૌથી પ્રભાવિત જિલ્લાઓના પોલીસ કેપ્ટનને બોલાવાયા છે. કે જેથી નકસલવાદીઓની વિરૂદ્ધ પ્રસ્તાવિત ઓપરેશનને અંજામ આપી શકાય. આ માટેની બેઠક ચાલુ સપ્તાહે જ નક્કી કરાશે.
સૂત્રો મુજબ એન્ટી નકસલ ઓપરેશનને અંતિમ રૂપ આપવા માટે એનએસએ અજીત ડોભાલ અને ગૃહપ્રધાન રાજનાથ સિંહ પોતે લાગેલા છે. સૂત્રો મુજબ ગત વર્ષે છત્તીસગઢમાં સુકમા હુમલા બાદ પ્રભાવિત વિસ્તારો ઉપરાંત ઘણા નકસલ પ્રભાવિત જિલ્લાનો પ્રવાસ કરીને ત્યાંથી મળી રહેલા ફીડબેકના આધારે મોટા ઓપરેશનની તૈયારી કરવામાં આવી રહી છે.
નકસવાદીઓ સામેના મોટા ઓપરેશનમાં સીઆરપીએફની ભૂમિકા મહત્વની રહેશે. ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર નકસલવાદીઓની વિરૂદ્ધ સીઆરપીએફને વધુ છૂટછાટ આપવાના મૂડમાં છે. જે અંતર્ગત નકસલવાદીઓ સાથે બાથ ભિડવા આ જવાનોને આક્રમક વલણ અપનાવવાનું કહી શકે છે. જા કે સરકાર હાલમાં તો તે પ્રસ્તાવ પર આગળ વધવાનો ઇન્કાર કરી રહી છે કે જેમાં નકસલવાદીઓ વિરૂદ્ધના ઓપરેશનમાં કવર કરવા માટે એરફોર્સના જવાનોનો ઉપયોગ કરી શકાય છે.
મોદી સરકારે ૩૧ માર્ચ, ૨૦૧૯ પહેલા ઓછામાં ઓછા ૨૦ જિલ્લાઓને નકસલ મુક્ત કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. ગૃહ મંત્રાલયે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટÙ, તેલંગાણા, આંધ્રપ્રદેશના ૨૦ જિલ્લાની ઓળખ કરી છે જેને ચાલુ વર્ષ અંત સુધીમાં નક્સલવાદ મુક્ત કરવાના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




