આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણી ૧૭.૪૫ લાખ વીવીપીએટી મશીન દ્વારા કરાશે

0
22

ન્યુ દિલ્હી,તા.૨૮
આગામી લોકસભા ચૂંટણી VVPAT યુક્ત ઇવીએમ દ્વારા જ કરવામાં આવશે. ચૂંટણી આયોગે VVPAT યુક્ત ઇવીએમ મશીનોની ઉણપની આશંકાઓને ફગાવતા કરતા કહ્યું કે, ભવિષ્યમાં યોજાનારી દરેક ચૂંટણી VVPAT દ્વારા જ કરાવવામાં આવશે.
ચૂંટણી આયોગ દ્વારા બુધવારનાં રોજ રજૂ કરાયેલ અધિકારિક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી સુધી મતદાન પરચી સાથે જાડાયેલ VVPAT મશીનોની આપૂર્તિ નહીં થઇ શકવાની આશંકાઓ નિરાધાર છે. આયોગ લોકસભા ચૂંટણી અને આ પહેલાં વિધાનસભા ચૂંટણી તથા ઉપચૂંટણી સંપૂર્ણ રીતે VVPATયુક્ત ઇવીએમથી કરાવવા માટે પ્રતિબદ્ધ છે.
આયોગે જણાવ્યું કે આગામી સામાન્ય ચૂંટણીમાં દેશમાં દરેક મતદાન કેન્દ્રો પર જરૂરિયાત અનુસાર ૧૭.૪૫ લાખ VVPAT મશીનોની આપૂર્તિની જવાબદારી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ બીઇએલ અને ઇસીઆઇએલને સોંપવામાં આવી છે. આમાંથી અત્યાર સુધી ૯.૪૫ લાખ મશીનોનું નિર્માણ થઇ ચૂકેલ છે અને બંને કંપનીઓએ શેષ આઠ લાખ મશીનોની આપૂર્તિ આ વર્ષે નવેમ્બર સુધી દરેક સંબંધીત રાજ્યોને કર આપવાનું આશ્વાસન આપવામાં આવેલ છે.
આયોગે મશીનોનાં નિર્માણ અને પૂર્તિ પર સ્વયં નજર રાખવાની જાણકારી આપતા કÌšં કે પહેલાની ચૂંટણીમાં મતદાન દરમ્યાન ઇવીએમમાં ગરબડીની ફરિયાદોને જાતા આગામી સામાન્ય ચૂંટણીને માટે મશીનોની સંખ્યામાં ૧૨૫થી ૧૩૫ ટકા સુધી વધારો કરવામાં આવેલ છે. જેનાંથી મતદાન દરમ્યાન મશીનોમાં ગરબડી થવા પર તેને અવિલંબ થઇ બદલી શકાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY