ભીમા કોરેગાંવ કેસ :સુપ્રિમે એસઆઈટી રચવાની માંગ ફગાવી

0
36

ન્યુ દિલ્હી,તા.૨૮
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં નકસલ કનેકશનના આરોપોમાં નજર બંધ એÂક્ટવિસ્ટની ધરપકડ સુપ્રીમ કોર્ટે ૪ સપ્તાહ વધુ વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટે SIT રચના કરવાની માંગણીનો અસ્વીકાર કરતાં પૂણે પોલીસે આગળની તપાસ ચાલુ રાખવાનું કહ્યું છે. આપને જણાવી દઇએ કે પાંચ એકિટવિસ્ટ- વરરવરા રાવ, અરૂણ ફરેરા, વરનાન ગોન્સાલ્વિજ, સુધા ભારદ્વાજ, અને ગૌતમ નવલખાની પહેલાં ધરપકડ કરી અને પછી નજરકેદ કરાયા હતા.
કોર્ટે કહ્યું કે આ કેસ અસહમતિ માટે ધરપકડનો નથી. આરોપીનો એ અધિકાર નથી કે કોણ તપાસ કરે. સુપ્રીમ કોર્ટના જજ ખાનવિલકરે એસઆઇટીને સ્પષ્ટ ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરાયેલા એકિટવિસ્ટ ઇચ્છે તો રાહત માટે ટ્રાયલ કોર્ટમાં જઇ શકે છે. આની પેહલાં એકિટવિસ્ટની તરફથી દાખલ કરાયેલી અરજીમાં આ કેસને મનગઢત ગણાવતા એસઆઇટી તપાસની માંગણી કરાઇ હતી.
જસ્ટિસ ખાનવિલકરે પોતાના અને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની તરફથી વાંચવામાં આવેલા નિર્ણયમાં પાંચેય એકિટવિસ્ટની ધરપકડના કેસમાં હસ્તક્ષેપ કરવા અને સ્પેશ્યલ તપાસ દળ રચના કરવાનો ઇન્કાર કર્યો.
કોર્ટે કહ્યું કે પૂણે પોલીસ પોતાની તપાસ આગળ વધારી શકે છે. બેન્ચે કહ્યું છે કે આ કેસ રાજકીય મતભેદનો નથી. સુપ્રીમ કોર્ટે પાંચેય કાર્યકર્તાની નજરકેદને ચાર સપ્તાહ માટે વધારી દીધી છે.
જા કે જસ્ટિસ ચંદ્રચુડને CJI દિપક મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરથી મત અલગ મૂકયો. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે વિપક્ષના અવાજને માત્ર એટલા માટે જ દબાવી શકાય નહીં કારણ કે તેઓ પરસ્પર સહમત નથી. તેમણે કહ્યુંકે આ કેસમાં બનવી જાઇતી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY