નેપાળ અને ચીન વચ્ચે ૧૭ સપ્ટેમ્બરથી સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરાશે

0
16

ભારત સાથે સૈન્ય અભ્યાસ કરવાની ના પાડી નેપાળે મોટો આંચકો આપ્યો
ન્યુ દિલ્હી/કાઠમાંડૂ,તા.૧૧
એક સમયે ભારતનું મિત્ર ગણાતુ નેપાળ પણ માલદીવની જેમ ભારતથી દૂર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે મોદી સરકારની વિદેશ નીતિ પર સવાલો ઉભા થવા સ્વાભાવિક છે.
મળતી વિગતો પ્રમાણે નેપાળે પૂણેમાં ચાલી રહેલી સંયુક્ત લશ્કરી કવાયતમાં જોડાવાનો ઈનકાર કરતા નવી દિલ્હીમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મુદ્દે થયેલો ખળભળાટ શમે તે પહેલા જ નેપાળે હવે ચીન સાથે સૈન્ય અભ્યાસ કરવાની જાહેરાત કરીને ભારતને બીજા આંચકો આપ્યો છે.
નેપાળી સૈન્યના પ્રવક્તાના ભારતના એક અંગ્રેજી અખબારને કહેવા પ્રમાણે નેપાળ અને ચીન વચ્ચે ચેંગદૂમાં ૧૭ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત લશ્કરી કવાયત થશે. જેનો ઉદ્દેશ આતંકવાદ વિરોધી અભિયાનનો હશે. આ પહેલા એપ્રિલ મહિનામાં પણ બંને દેશો વચ્ચે લશ્કરી કવાયત યોજાઈ હતી. બંને દેશો વચ્ચે વધી રહેલો સૈન્ય સહયોગ ભારત માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. ભારતમાં હાલમાં ચાલી રહેલા યુધ્ધાભ્યાસમાં મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભુટાનની લશ્કરી ટુકડીઓ જોડાયેલી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY