દિલ્હી : જ્યોતિષાચાર્ય આશુ મહારાજ પર ગેંગરેપ અને બ્લેકમેલ કરવાનો આરોપ

0
18

મહિલાનો આરોપ,મહારાજ ૧૦ વર્ષથી શોષણ કરી બ્લેકમેલ કરતા હતા
ન્યુ દિલ્હી,તા.૧૧
દેશના એક પછી એક બાબાઓ પર મર્ડર અને રેપના ગંભીર આરોપો લાગી રહ્યા છે. હવે આ લિસ્ટમાં દિલ્હીના આશુ મહારાજનું નામ જોડાયુ છે.
દિલ્હીમાં એસ્ટ્રો ગુરુજી તરીકે ઓળખાતા જ્યોતિષાચાર્ય આશુ મહારાજને મળવા માટે લોકો લાંબી લાઈનો લગાવીને કલાકો સુધી રાહ જોતા ઉભા હોય છે.
જોકે હવે આશુ મહારાજ પર એક મહિલાએ ગેંગરેપનો અને પુત્રી સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે પોલીસ ફરિયાદ થતાની સાથે આ બાબા ગાયબ થઈ ગયા છે.
મહિલાનુ કહેવુ હતુ કે છેલ્લા ૧૦ વર્ષથી આશુ મહારાજ તેનુ શોષણ કરીને બ્લેકમેલ પણ કરી રહ્યા હતા. જયારે મહારાજે મહિલાની પુત્રી પર નજર બગાડી ત્યારે મહિલાએ આખરે પોલીસને ફરિયાદ કરી હતી.
આશુ મહારાજ સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ છે અને હજારો લોકો તેમના ફોલોઅર છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY