“મેક ઈન ઈન્ડિયા”ને મજબૂત કરવા માટે સરકારે બનાવ્યો ચેમ્પિયન પ્લાન

0
65

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી સૌથી મહત્વકાંક્ષી યોજના “મેક ઈન ઇન્ડિયા” પર ઘણાં વાદ-વિવાદ સર્જાય ચુક્યા છે. જે પછી હવે સરકારે ઉચ્ચ આર્થિક વૃધ્ધિ દર પ્રાપ્ત કરવા અને નવા રોજગારનું સર્જન કરવા માટે મેક ઈન ઈન્ડિયા યોજનામાં નીતિગત ફેરફાર, નાણાંકીય પ્રોત્સાહન, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યોગ્ય વેપાર અને કૌશલ્ય વિકાસ જેવા 21 બાબતો પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે.

સરકાર દ્વારા આ ક્ષેત્રમાં નાણાંની વ્યવસ્થા કરવા માટે સીધા વિદેશી રોકણ(FDI) નીતિ અને તેને સરળ બનાવવા માટે તેનું ઉદ્દારીકરણ કર્યું છે. સરંક્ષણ, ખાદ્ય પ્રસંસ્કરણ, દૂરસંચાર, કૃષિ, ફાર્મા, ઉડ્ડયન, અંતરિક્ષ, રેલવે, વીમા અને પેન્શન તથા ચિકિત્સા જેવા પ્રમુખ ક્ષેત્રો માટે FDI ના દ્વાર ખોલી આપવામાં આવ્યા છે. જેના કારણે વિવિધ ઉદ્યોગોમાં લાભ મળી શકે છે.

હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળે ચેમ્પિયન ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને તેના સામર્થ્યને ચકાસીને 12 નિર્ધારિત ચેમ્પિયન સેવા ક્ષેત્રો પર વિશેષ રૂપથી ધ્યાન આપવા માટે નાણાં મંત્રાલય દ્વારા પણ પરવાનગી આપવામાં આવી છે. જેમાં IT અને ITS (સૂચના સંબંધિત ક્ષેત્રે), પર્યટન અને અતિથિ સેવા, મેડીકલ સેવા, પરિવહન અને લોજિસ્ટિક સેવા, નાણાંકીય સેવાઓ, કાયદાકીય સેવાઓ, સંચાર સેવાઓ, નિર્માણ અને એન્જીન્યિરિંગ સેવાઓ, પર્યાવરણ સેવાઓ, નાણાંકીય સેવાઓ અને શિક્ષણ સેવાઓનો સમાવેશ થાય છે.

સરકારે વિશેષ ક્ષેત્રોમાં નિર્ધારિત ચેમ્પિયન સેવા ક્ષેત્રોમાં કાર્ય યોજનાઓને અંતિમ રૂપ આપવા અને કાર્યના ક્ષેત્રોને ઉપલબ્ધ બનાવવા અંગે યોજનાઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તેમજ ચેમ્પિયન ક્ષેત્રોમાં કાર્ય યોજનાઓને સહાયતા આપવા માટે રૂ.5000 કરોડનું એક ફંડ પણ બનાવવામાં આવશે. સરકાર દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે, આ યોજનાઓના કારણે પ્રતિસ્પર્ધા વધશે અને અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે. જેના કારણે નવી નોકરીઓની પણ રચના થશે.

ભારતીય સેવા ક્ષેત્રમાં નિયાત સેવાઓ 2015માં 3.3 ટકા પ્રતિ વર્ષ હતી જે વર્ષ 2022 સુધીમાં વધીને 4.2 ટકા પહોંચાડવાનો લક્ષ છે. વડાપ્રધાનને મોકલવામાં આવેલા 10 ચેમ્પિયન ક્ષેત્રો પર સચિવોના સમૂહ દ્વારા હામી ભરવામાં આવી છે. જેમાં 7 નિર્માણ સંબંધિત ક્ષેત્ર અને 3 સેવા ક્ષેત્ર છે. મેક ઈન ઈન્ડિયાના કાર્યક્રમને યોગ્ય દિશા નિર્દેશ કરવા માટે લેવામાં આવનાર પગલાં આગામી સમયમાં નવી રોજગારની તકો સાથે જ આર્થિક રાહ પણ મજબૂત કરી શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY