જૂઠ્ઠુ બોલવા માટે રાહુલ ગાંધીને નોબેલ પુરસ્કાર મળવો જોઇએઃ ભાજપ

0
6

ભાજપે રાહુલ ગાંધીના નવ કથિત જૂઠ્ઠ અને તેની સાથે જોડાયેલા તથ્યો આપ્યા
ન્યુ દિલ્હી,તા.૯
ફ્રાંસ સાથે થયેલા રાફેલ લડાકૂ વિમાન સોદા પર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે કેન્દ્રમાં સત્તાધારી ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કથિત જૂઠને બેનકાબ કરવા માટે આ મામલા સાથે જાડાયેલા ઘટનાક્રમ પ્રદ્ધતીસર રીતે સામે મુક્્યા છે. બીજેપીએ પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલથી રાહુલ ગાંધીના ૯ કથિત જૂઠ અને તેની સાથે જાડાયેલા તથ્ય આપ્યા છે. બીજેપીએ આરોપ લગાવ્યો છે કે રાહુલે પોતાના જુઠ્ઠાણાથી ભારતીય સૈન્ય દળોને અપમાનિત કર્યા છે અને રાહુલ ગાંધી પાસેથી અધૂરા તથ્યો સામે મૂકવા બદલ માફીની માંગ કરી છે. તો આ સાથે જ બીજેપીએ કથિત રીતે જુઠ્ઠુ બોલવા માટે રાહુલ ગાંધીને નોબેલ પુરસ્કારના હકદાર ગણાવ્યા છે.
ભાજપે પોતાના ટ્વિટર હેન્ડલથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જુઠ્ઠા ગણાવતા લખ્યું છે કે જા તેઓ અને આ ગુનામાં તેમના સાથી ધ હિંદૂને પોતાની શોધ પર ભરોસો હતો તો તેમણે પોતાની શોધ સાથે સુપ્રિમ કોર્ટમાં અપિલ કરવી જાઈએ. પરંતુ તેઓ જાણે છે કે તેમને ઉભા થવાનો મોકો નહી મળે. બીજેપીએ રાહુલ ગાંધીને પડકાર આપ્યો છે કે તેઓ આ નવા તથ્ય સાથે સુપ્રિમ કોર્ટનો દરવાજા ખખડાવે. હકીકતમાં શુક્રવારના રોજ ધ હિંદૂ સમાચારે સરકાર દસ્તાવેજા દ્વારા દાવો કર્યો હતો કે રક્ષા મંત્રાલયના અધિકારીઓએ રાફેલ મામલે પીએઓ દ્વારા સમાનાંતર વાતચીતનો વિરોધ કર્યો હતો. જા કે રક્ષા મંત્રાલયની આપત્તિ જવાબ તત્કાલીન રક્ષા પ્રધાન મનોહર પારિકરે પણ આપ્યો હતો જેને આ લેખમાં ન છાપવામાં આવ્યો. ભાજપે રાહુલ ગાંધીના જે જુઠ્ઠાણા ગણાવ્યા તે આ પ્રકારે છે.
૧- રાહુલ ગાંધીએ ફ્રાંસીસી મીડિયાનો રિપોર્ટ ટ્વિસ્ટ કરતા એ જણાવવાનો પ્રયત્ન કર્યો કે દસોલ્ટને ભારતથી ડીલ કરવા માટે અંબાણીને ઓફસેટ પાર્ટનર બનાવવા પડ્યા હતા.
તથ્યઃ સુપ્રિમ કોર્ટ અને દસોલ્ટના સીઈઓએ કહ્યું છે કે ઓફસેટ પાર્ટની નિયુક્તિમાં ભારત સરકારને કોઈ લેવા-દેવા નહોતા.
૨- રાહુલ ગાંધીએ ભ્રાંતિ ફેલાવવાની કોશિષ કરી કે સુપ્રીમ કોર્ટે ડીલમાં ગંભીર અનિયમિતતા જોઈ છે. એટલે કે તેમણે વિચારાધીન મામલામાં પ્રોપેગેન્ડા ફેલાવવાનો પ્રયત્ન કર્યો.
તથ્યઃ સુપ્રીમ કોર્ટે અપીલ કરનારા લોકોની અરજીઓ ફગાવી અને કહ્યું કે સરકારે કશું ખોટુ નથી કર્યું.
૩- રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રક્ષા મંત્રાલયના એક મોટા અધિકારીને રાફેલ ડીલના વિરોધમાં ડિસેંટ નોટ પ્રસ્તુત કરવા માટે મોદી સરકારે સજા આપી.
તથ્યઃ રાહુલ ગાંધીનું આ જુઠ્ઠાણું બેનકાબ થઈ ગયું જ્યારે અધિકારીએ પોતે મીડિયા સાથે વાતચીતમાં કોઈપણ પ્રકારની સજાનો ઈનકાર કર્યો.
૪- રાહુલ ગાંધીએ કહ્યું કે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે વડાપ્રધાન મોદીને ચોર કહ્યા અને ભારત સરકારે તેમને રિલાયંસને શામિલ કરવા જણાવ્યું.
તથ્યઃ ઓલાંદે આ આરોપોને ફગાવ્યા. ફ્રાંસ સરકારે અધિકારીક નિવેદન જાહેર કર્યું.
૫- રાહુલ ગાંધી સંસદમાં પણ જુઠ્ઠુ બોલ્યા અને કહ્યું કે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોએ તેમને સ્વયં કહ્યું કે આમાં કોઈ ગોપનીય ધારા નથી.
તથ્યઃ ફ્રાંસ સરકારે તેમના જુઠ્ઠાણાને ફગાવતા નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે આ સમજૂતી પાર્ટિઓને ક્લાસિફાઈડ જાણકારી શેર કરવાની મંજૂરી નથી આપતી.
૬- રાહુલ ગાંધીએ યૂપીએ દરમિયાન ડીલની ઘણી કિંમતો બતાવી
– સંસદમાં તેમણે કહ્યું ૫૨૦ કરોડ
– કર્ણાટકમાં કહ્યું ૫૨૬ કરોડ
– રાજસ્થાનમાં કહ્યું ૫૪૦ કરોડ
– દિલ્હીમાં કહ્યું ૭૦૦ કરોડ
વિશ્લેષણઃ તેઓ જુઠ્ઠુ બોલવા માટે નોબેલના હકદાર છે.
૭- રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીની સરકારે સૈન્ય અધિગ્રહણના નિયમો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કર્યું.
તથ્યઃ માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના આદેશમાં કહ્યું અમે એ વાતથી સહમત છીએ કે આ પ્રક્રિયા પર વાસ્તવમાં સંદેહ કરવાનો કોઈ અવસર નથી.
૮- રાહુલ ગાંધીએ કહ્યું કે યૂપીએએ ૫૨૬/૫૨૦/૫૪૦ કરોડ રુપિયામાં ડીલ કરી જ્યારે એનડીએએ આ ડીલ ૧૬૦૦ કરોડ રુપિયામાં કરી.
વિશ્લેષણઃ તેઓ સફરજનની તુલના સંતરા સાથે કરી રહ્યા છે. એનડીએ દ્વારા વાતચીતના માધ્યમથી નક્કી કરવામાં આવેલી કીંમત આખા ઓપરેટિંગ પેકેજ સાથે રાફેલ વિમાનની છે.
૯- રાહુલ ગાંધીએ કહ્યું કે ૩૬ વિમાન ખરીદવાનો નિર્ણવ વાયુસેનાને નુકસાન પહોંચાડવા અને દોસ્તને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યો.
તથ્યઃ માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે આ નિર્ણય સૈન્ય તૈયારીઓને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે અને વાયુસેના આ નિર્ણયથી ખુશ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY