માથામાં પથ્થર ઝીંકી દેવાતા મહિલા લોહી લુહાણ
સુરત, તા.૨૩
પુણા ગામમાં બુટલેગરો બેફામ બન્યા હતા. પોલીસને બાતમી આપી હોવા બાબતે મહિલા સાથે ઝઘડો કરી માથાના ભાગે પથ્થર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણા ગામ શાંતિનગરની બાજુમાં હળપતિ વાસમાં રહેતા અલ્પાબેન સતીષભાઈ રાઠોડે આરોપી બુટલેગર પરેશ ગુણવંત રાઠોડ, ગુણવંત રાઠોડ, બનેવી જગદીશભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ દારૂની બાતમી આપવા બાબતે આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરી ઢીક મુક્કીનો માર મારી માથાના ભાગે પથ્થર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કાપોદ્રા પોલીસે અલ્પાબેન રાઠોડની ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



