ટોટલ ધમાલે ત્રણ જ દિવસમાં કરી ૬૨.૪૦ કરોડની કમાણી

0
73

મુંબઈ,તા.૨૫
ફિલ્મમેકર ઇન્દ્રકુમારની લેટેસ્ટ ફિલ્મ ટોટલ ધમાલ રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરી રહી છે. આ ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળ્યું હતું અને તેણે ત્રણ દિવસની અંદર ૬૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. આ ફિલ્મના કલાકારોમાં અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અજય દેવગન, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, જાવેદ જાફરી અને ઇશા ગુપ્તાનો સમાવેશ થાય છે.
ધમાલ ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે. ફિલ્મને લઈને દર્શકોમાં સારી ઉત્સુકતા છે. બોક્સઓફિસ કલેક્શનના આંકડા મુજબ પહેલા દિવસે ફિલ્મે ૧૬.૫૦ કરોડની કમાણી કરી હતી. આ વીકેન્ડમાં ફિલ્મ સારી કમાણી કરે તેવી આશા છે. ફિલ્મનું બજેટ ૧૦૦ કરોડ રૂપિયા છે. આ ફિલ્મની એક્ટિંગની વાત કરીએ તો અનિલ -માધુરીની સતત લડતા પતિ-પત્નીની એક્ટિંગ લોકોને બહુ હસાવે છે. આ સિવાય અરશદ-જાવેદની જાડી પણ લોકોને પસંદ પડી રહી છે. અજય દેવગન, સંજય મિશ્રા પણ રિતેશ દેશમુખ પણ પડદા પર સારી એક્ટિંગ કરી લે છે. સોનાક્ષી સિન્હા પર શૂટ કરાયેલું સુભાષ ઘાઈની સુપરહીટ ફિલ્મ ‘કર્ઝ’નું ‘પૈસા યે પૈસા’ સોન્ગનું રિમિક્સ સારી રીતે શૂટ કરાયું છે. આમ, જા તમને કોમેડી ફિલ્મો પસંદ હોય તો ટોટલ ધમાલ જાવા જેવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY