સુલ્તાન અઝલાનશાહ કપઃ ભારતે જાપાનને ૨-૦થી માત આપી

0
5

ન્યુ દિલ્હી,તા.૨૩
ભારતે સુલ્તાન અઝલાનશાહ કપમાં પોતાની શાનદાર શરૂઆત કરી છે. ભારતે ૧૮મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને ૨-૦થી માત આપી છે. ભારતીય ડિફેંન્ડ વરૂણ કુમારે મેચની ૨૪મી અને સિમરનજીત સિંહે ૫૬માં મીનિટે ગોલ કર્યો હતો.
ભારત માટે આ મુકબલો મોટો પડકાર હતો કારણ કે જાપાનની ટીમ ઘણી મજબૂત માનવામાં આવી રહી હતી. બંન્ને ટીમો વચ્ચે શરૂઆતથી મુકાબલો ઘણો રોમાંચક રહ્યો. ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને જાપાન પર પ્રેશર વધારવાની કોશિશ કરી. જા કે પહેલા ક્વાર્ટરમાં બન્ને ટીમ એકપણ ગોલ કરી શકી નહી.
જે બાદ બીજા ક્વાર્ટરમાં જાપાને આક્રમક વલણ અપનાવ્યું. ભારતે ત્યારે ટેક્નિકલ ઇચ્છા ઉપયોગ કર્યો અને જાપાનને સફળતા મેળવવા દીધી નહી. જાપાનમાંથી મેચની ૨૪મી મીનિટમાં થયેલી ભૂલનો ફાયદો ભારતે ઉઠાવ્યો. ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો અને વરૂણ કુમારે સ્ટ્રાઇક કરતા ગોલ કર્યો અને ભારતે ૧-૦થી લીડ મેળવી.
છેલ્લા ક્વર્ટરમાં જાપાનને પેનલ્ટી કોર્નર પણ મળ્યો, પરંતુ વરુણ કુમારે બચાવ કરતા જાપાનને બરાબરી કરવાથી રોક્યું. સિમરનજીત સિંહે કાઉન્ટર અટેક કરતા મેચની ૫૬મી મીનિટમાં ગોલ કર્યો અને ભારતની લીડ ૨-૦ કરી દીધી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY