પ્રથમ દિવસે કુલ ૧૦ મેચ યોજાઇ
ન્યુ દિલ્હી,તા.૨૩
૨૦૨૦માં યોજાનારા યુએફા યુરો કપની ક્વોલિફાય મેચ શરૂ થઇ રહી છે. પહેલાં દિવસે દુનિયાની ૧૧૭માં રેન્કની ટીમ કઝાકિસ્તાને ૨૦માં ક્રમની ટીમ સ્કોટલેન્ડને ૩-૦થી હરાવી હતી. મેચની છઠ્ઠી મિનિટમાં જ યજમાન કઝાકિસ્તાને યૂરી પેર્તસુખે ગોલ કરીને ટીમને ૧-૦થી લીડ અપાવી. ૪ મિનિટ પછી જ યાન વોરોગોવસ્કીએ ગોલ કરી સ્કોર ૨-૦ કર્યો.
૫૧મી મિનિટમાં કઝાકસ્તાને જ બખ્તિયાર જાયનુડિનોવે ગોલ કર્યો અને ટીમને ૩-૦થી આગળ કરી દીધી. સ્કોટલેન્ડ એક વખત પણ પરત ફરવાની સ્થિતિમાં જોવા ન મળ્યું. કઝાકિસ્તાન માટે આ જીત ખૂબ જ મહત્વની છે, કારણ કે ગત ૩ ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં ૧૬ મેચમાં તેણે માત્ર એક જીત મેળવી છે. ગત વર્ષે વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ કૈમ્પેન અને નેશન્સ લીગમાં તેમણે હાર્યું હતું. સ્કોટલેન્ડના મેનેજર એલેક્શ મેકલીશની ટીકાઓ થઇ તેમણે કહ્યું કે ટીમ હાર પછી જોરદાર રીતે પરત ફરવા સક્ષમ છે.
યુરો ક્વોલિફાયરના પહેલાં દિવસે કુલ ૧૦ મેચ યોજાઇ. બીજી મેચમાં નોર્દન આયરલેન્ડે એસ્ટોનિયાને ૨-૦થી, ક્રોએશિયાએ આઝારબૈઝાનને ૨-૧થી, સ્લોવાકિયાએ હંગેરીને ૨-૦થી, પોલેન્ડે ઓસ્ટ્રિયાને ૧-૦થી, મેકેડોનિયાએ લતાવિયાને ૩-૧થી હરાવી, બેલ્જિયમે રશિયાને ૩-૧થી, સાયપ્રસે સૈન મરીનોને ૫-૦થી હરાવ્યું. ઇઝરાયલ અને સ્લોવેનિયાની મેચ ૧-૧થી ડ્રો રહી.
યૂએફા યુરો કપ આગામી વર્ષે યોજાવાનો છે. યુરો કપ રમવા માટે ૫૫ ટીમ ક્વોલિફાયર રાઉન્ડમાંથી પસાર થશે. આમાંથી ૨૦ ટીમને જ યુરો કપમાં પ્રવેશ મળશે. આગામી વર્ષે જુન-જુલાઇમાં કુલ ૧૨ દેશમાં યુરો કપની મેચ રમાશે. લંડનના જાણીતા વેમ્બલે સ્ટેડિયમમાં ૭ મેચ રમાશે. આમાંથી ફાઇનલ, ૨ સેમી-ફાઇનલ, રાઉન્ડ ઓફ-૧૬ની એક મેચ અને ૩ ગ્રુપ મેચનો સમાવેશ થાય છે.
પહેલાં દિવસની મેચમાં હોલેન્ડે પણ બેલારુસને ૪-૦થી હરાવ્યું. મેંફિસ ડીપે હોલેન્ડની જીતનો હીરો રહ્યો. મેંફિસે મેચની પહેલી મિનિટમાં જ ગોલ કરીને ટીમને લીડ અપાવી. ૨૧મી મિનિટે જાર્જેનિયોએ ગોલ કર્યો અને હોલેન્ડ ૨-૦થી આગળ થયું. ૫૫મી મિનિટમાં મેંફિસ ડીપેએ પેનલ્ટી પર એક બીજા ગોલ કરીને સ્કોર ૩-૦ કરી દીધો. ૮૬મી મિનિટમાં વર્જિલ વાન જિતે પણ ગોલ કરીને બેલારુસની ૪-૦થી હાર પાક્કી કરી દીધી. હોલેન્ડની આગામી મેચ રવિવારે જર્મની સામે રમાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



