તાપસી-ભૂમિની ‘વૂમનિયા’ અટવાઈ જશે..?!!

0
10

મુંબઈ,તા.૨૮
ફિલ્મ નિર્દેશક વિકાસ બહલ સામે જાતીય ગેરવર્તનનો આક્ષેપ થયા બાદ ફેન્ટમ ફિલ્મ્સનું ગયા વર્ષના ઓક્ટોબરમાં વિસર્જન થયું હતું એને પગલે એક સાવ અણધારી ઘટના બની છે. મહિલા શૂટર્સની કથા રજૂ કરતી ફિલ્મ વૂમનિયા ફ્લોર પરજાય એ પહેલાંજ એનું બાળ મૃત્યુ થવાની શકીયતા વધી ગઇ હતી.
જાણકાર સૂત્રોએ કહ્યું હતું કે ફેન્ટમ ફિલ્મ્સ ચાર જાણીતા ડાયરેક્ટર્સનું સહિયારું સાહસ હતું. આ કંપનીનું વિસર્જન થતાં અનુરાગ કશ્યપે પોતાની સ્વતંત્ર કંપની શરૃ કરી હતી પરંતુ આ કંપની આર્થિક દ્રષ્ટિએ હજુ પૂરતી સદ્ધર નહીં હોવાથી અનુરાગની ફિલ્મ વૂમનિયા અટવાઇ પડી હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું.
આ ફિલ્મ મહિલા શૂટર્સની કથા લઇને આવી રહી હતી. અનુરાગે આ ફિલ્મ માટે તાપસી પન્ન્š અને ભૂમિ પેડણેકરને સાઇન કરી હતી. પરંતુ ફિલ્મ શરૃ થાય એ પહેલાં ફેન્ટમ ફિલ્મ્સનું વિસર્જન થઇ જતાં અનુરાગ આર્થિક બાબતોમાં અટવાયો હતો અને ફિલ્મ શરૃ કરી શકિયો નહોતો એવી જાણકારી મળી હતી.
તાપસી અને ભૂમિએ તો પોતાના રોલને ન્યાય આપવા રાયફલ ક્લબ જેવી સંસ્થા દ્વારા શૂટિંગની તાલીમ પણ શરૃ કરી દીધી હતી. આ ફિલ્મમાં ઉત્તર પ્રદેશમાં વસવાટ કરતી બે ઓલિમ્પિક્સ શૂટર્સ ચંદ્રો અને પ્રાક્ષી તોમરની જીવનકથા વણી લેવાની વાત હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY